હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દોઢ દોઢ માસથી ઉપાડો લેનાર સિક્લીગર ગેંગ અંતે વડોદરા ક્રાઈમ બ્રાન્ચની જાળમાં
પ્રજા અને પોલીસની ઊંઘ હરામ કરનાર ગેંગસ્ટરો વિરુદ્ધ સીપી નરસિંહમાં કોમારની રણનીતિ આવી હતી, વાયરલ news ની ભીતરમાં : રાત પડે અને આ ખૂંખાર અપરાધીઓ માટે સોનાનો સૂરજ ઊગતો, ક્રાઈમ બ્રાન્ચ વડા લીના પાટિલના માર્ગદર્શનમાં ડીસીપી યુવરાજસિંહ જાડેજા, હરપાલસિંહ રાઠોડ પીઆઇ આર.જી.જાડેજા, એચ. ડી. તુવર, Pi એન. જી.જાડેજા અને psi સી. ડી.યાદવ, એ. જે .રાઠવા અને કે.ડી.રાઠોડ સહિતના સ્ટાફની કાબિલેદાદ કામગીરી

રાજકોટ, તા.૧૮: છેલ્લા દોઢ માસથી વડોદરા શહેરના વિવિધ બંધ મકાનોમાં રાત પડે અને તસ્કરો માટે સોનાનો સૂરજ ઉગે, તેમ રાત્રિ દરમિયાન ગમે તેવા મજબૂત તાળા તૂટે. પોલીસની ઊંઘ હરામ કરનાર કુ વિખ્યાત શિક્લીગર ગેંગના ૩ ખૂંખાર ગેંગસ્ટરને ઝડપી અનેક ગુનાઓનો ભેદ ઉકેલવા સાથે મુદામાલ કબ્જે કરવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે.
પ્રજાના પ્રશ્ને સતત જાગળત એવા સ્વચ્છ છબી ધરાવતા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર માટે આ પરિસ્થિતિ અસહ્ય હતી. આ બાબતે તેમણે સીબીઆઈ અનુભવ આધારે ક્રાઇમ બ્રાન્ચ વડા લીના પાટીલ, ડીસીપી યુવરાજસિંહ જાડેજા, ડીસીપી હરપાલસિંહ રાઠોડ સાથે તમામ ચોરીના રેકોર્ડ તપાસી, લોકોના નિવેદનો તથા બીજી બાબતો પર ફોકસ કરી આખી રણનીતિ બનાવી. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી.જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી.તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. જાડેજા નાઓની દોરવણી હેઠળ પો.સ.ઇન્સ. સી.ડી.યાદવ, પો.સ.ઇન્સ. એ.જે.રાઠવા તેમજ પો.સ.ઇન્સ. કે.ડી.રાઠોડ નાઓ ટીમના માણસો સાથે વડોદરા શહેરમાં બનેલ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓની શોધમાં શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં નિકળેલા. પેટ્રોલીંગ દરમ્યાન મળેલ માહીતી આધારે ટીમે વિશ્વામિત્રી રોડ ગુજરાત ટ્રેકટર સામે શ્રીમ કોમ્પલેક્ષની બાજુમા ખુલ્લા મેદાને જતા જયાં બે મોટર સાયકલ સાથે ત્રણ ઇસમો હાજર હોય આ ત્રણેય ઇસમ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઇ તેઓ પાસેની મો. સા.ચાલુ કરી નાશવાની કોશીશ કરતા જણાતા આ ત્રણેય પર શક જતા ત્રણેય ઇસમોને તેઓ પાસેની બન્ને ઇસમોને મો.સા.સાથે કોર્ડન કરી રોકી આ ત્રણેય ઇસમોમાં ન.(૧) શમશેરસિંગ ઉર્ફે ઢબુસિંગ માનસિંગ ટાંક (શિકલીગર) રહે. ગામ ભાયલી તા.જી.વડોદરા ન.(૨) બચ્યુસિંગ ઉર્ફે જશપાલસિંગ મનજીતસિંગ દુધાની (શિકલીગર) રહે. વારશિયા ખારી તલાવડી તથા વિશ્વામિત્રી મહાકાળીનગર વડોદરા ન.(૩) મહીંદ્રસિંગ જીતસિંગ દુધાની (શિકલીગર) રહે.વારશિયા ખારી તલાવડી વડોદરાનાઓ હોય તેઓની ઝડતીમાં કુલ રોકડ રૂ.૧,૬૫,૦૦૦/ તથા સોના-ચાંદીના દાગીનાઓ, બે કાંડા ઘડીયાળ, ઘરફોડ ચોરીના ઉપયોગમાં લેવાતા વાંદરીપાનુ, ડીસ-મીસ, ટોર્ચ મળી આવેલ. આ ત્રણેય ઇસમો તેઓ પાસેથી મળેલ સોના-ચાંદીના દાગીનાઓ, કાંડા ઘડીયાળોના બીલ તેમજ બન્ને મો.સા.ના પેપર્સ રજુ કરવા જણાવતા આ ત્રણેય ઇસમે આ મુદ્દામાલના બીલ-પેપર્સ કે આધાર-પુરાવા રજુ નહી કરી શકતા અને આ ત્રણેય ઇસમો અગાઉ મિલ્કત સંબધી ગુનાઓમાં પકડાયેલ હોય જેથી આ ત્રણેયની સઘન પુછપરછ દરમ્યાન તેઓએ છેલ્લા દોઢ માસથી વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારના બંધ મકાનોને ટારગેટ કરી તેઓના આર્થીક ફાયદા માટે ત્રણેય જણાએ ભેગા મળી તેમજ અલગ-અલગ જોડીમાં મોડી રાત્રીના સમયે તેઓ પાસેની તેમજ ગોરવા ખાતેથી ચોરી કરી લાવેલ હોન્ડા સાઇન મો.સા.ઉપર જઇ તેઓની સાથે રાખેલ સાધનો વાંદરીપાના, ડીસમીસ, ટોર્ચનો ઉપયોગ કરી બંધ મકાન પરના લગાડેલ તાળા-નકુચાને તોડી નાંખી સોનાચાંદીના દાગીનાઓ, રોકડ રૂપીયા અને કાંડા ઘડીયાળોની ચોરી કરેલાની અને તેઓ પાસેથી મળેલ સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ, કાંડા ઘડીયાળો આ ઘરફોડ ચોરીના ગુનાઓ કરી મેળવેલ મુદ્દામાલ હોવાનુ તેમજ તેઓ પાસેની બન્ને મો.સા.પૈકીની એક હોન્ડા સાઇન મો.સા.ગોરવા ખાતેથી ચોરી કરી મેળવેલાનુ જણાવતા આ ત્રણેય ઇસમો પાસેથી મળેલ તમામ શંકાસ્પદ મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી આ ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી કરી આ ત્રણેય આરોપી દ્વારા આચરવામાં આવેલ ઘરફોડ ચોરી-વાહન ચોરીના ગુનાઓ અંગે ખાત્રી તપાસ કરતા આ અંગે વડોદરા શહેરના ગોત્રી, ગોરવા, માંજલપુર અને રાવપુરા પો.સ્ટે.માં નોંધાયેલ ૦૫ (પાંચ) ઘરફોડ-વાહન ચોરીના ગુનાઓ ડીટેકટ થતાં હોય આ અંગે તમામ પો.સ્ટે.ને જાણ કરી વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
