<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

ચાવડા-ચૌધરીની વરણીને આવકારતા પ્રદેશ કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટના હોદ્દેદારો

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૮: ઓલ ઇન્‍ડિયા કોંગ્રેસ કમિટીના અધ્‍યક્ષ મલ્લિકા અર્જુન ખડગેજી તથા પૂર્વ અધ્‍યક્ષ સોનિયાજી લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનીની સૂચનાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે અગાઉ પ્રમુખ તરીકે ખુબ જ સરાહનીય કામગીરી કરી છે તેમજ ભાજપ સરકારની ઉંઘ ઉંડાણનાર વિરોધપક્ષના નેતા તારીકે સફળતા કામગીરી કરનાર અમિતભાઈ ચાવડા અને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા તરીકે કેન્‍દ્રીય પૂર્વ મંત્રી તુષારભાઈ ચૌધરીની વરણી કરવામાં આવેલ છે.

ગુજરાતના બને કદાવર બાહોશ અને શક્‍તિશાળી નેતા અમિતભાઈ ચાવડા અને તુષારભાઈ ચૌધરીની વરણીને આવકારી ખુબ ખુબ અભિનંદન પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરેટી ડિપાર્ટમેન્‍ટના ચેરમેન મુસ્‍લિમ સમાજના હોનહાર વજીરખાન પઠાણ ગુજરાત માઇનોરેટી ડિપાર્ટમેન્‍ટના વાઇસ ચેરમેન અને ગુજરાતના ઇન્‍ચાર્જ નાસિરખાન પઠાણ ગુજરાત પ્રદેશ માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટના મહામંત્રી ઇકબાલ ગોરી. ગુજરાતના વાઇસ ચેરમેન અમિનભાઈ જન્નર, અયુબભાઈ શેખ રૂમિભાઈ શેખ સાજીદ કાજી વિગેરે ગુજરાત માઇનોરેટી ડિપાર્ટમેન્‍ટના હોદેદારો વિવિધ જિલ્લાના ચેરમેન જિલ્લાના દરેક શહેર અને તાલુકાના હોદેદારો આવકારી ખુબ ખુબ અભિનંદન પાઠવેલ હતા અને આવનારા દિવસોમા કોંગ્રેસ સમિતિને સધ્‍ધર અને અધ્‍ધર લાવો તેવી શુભકામનાઓ પાઠવી છે.

(3:41 PM IST)