તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th July 2025
સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધીઃ ૫૫% સુધી ભરાયો

કેવડીયા કોલોની, તા.૧૮: ગુજરાતમાં આ વખતે ચોમાસાની શરૂઆતથી જ સારો વરસાદ નોંધાયો છે. જેના કારણે પાણીની પણ સારી એવી આવક થઈ રહી છે. સારા વરસાદના કારણે નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં પણ વધારો થયો છે. આ સિવાય ઉપરવાસમાં ૬૮,૭૮૬ કયુસેક પાણીની આવક થઈ છે. પાણીની આવક થતા RBPH ના ૩ અને CHPHનું ૧ પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, સારા વરસાદના કારણે નર્મદા નદીના સરદાર ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની સારી એવી આવક થઈ છે. હાલ, ઉપરવાસમાં પાણીની ૬૮૭૮૬ કયુકેસ નોંધાઈ છે. નર્મદા ડેમની સપાટી પણ ૧૨૧.૪૦ મીટરે પહોંચી છે. નર્મદા ડેમ અત્યાર સુધીમાં ૫૫ ટકા સુધી ભરાઈ ગયો છે. ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
