<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

કચેરીનું રીનોવેશન કરવાનું હોવાથી પેન્શન ચૂકવણાં કચેરી અમદાવાદની હંગામી બેઠક વ્યવસ્થા કરાઈ

સોમવારથી જિલ્લા તિજોરી કચેરી, અમદાવાદ સેશન્સ કોર્ટની બાજુમાં, ભદ્ર, અમદાવાદ ખાતે કાર્યરત રહેશે

અમદાવાદ :પેન્શન ચૂકવણાં કચેરી અમદાવાદના પેન્શનરઓને વધુ સારી સગવડ અને સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા કચેરીનું રીનોવેશન કરવાનો નિર્ણય લેવાયેલ હોવાથી તા.૨૧/૦૭/૨૦૨૫ ના સોમવારથી આ કચેરીની હંગામી બેઠક વ્યવસ્થા નીચેના સરનામાં પર કરવામાં આવેલ છે. કચેરી હાલના સરનામે પુન: કાર્યરત થતા જાણ કરવામાં આવશે. જેની સર્વે પેન્શનરઓ તથા સબંધિતઓએ નોંધ લેવા  જણાવાયું છે 
શ્રેયાન તિજોરી અધિકારી (પેન્શન) તા.૨૧/૦૭/૨૦૨૫ થી પેન્શન ચૂકવણાં કચેરી અમદાવાદ કચેરીનું હંગામી સરનામું- જિલ્લા તિજોરી કચેરી, અમદાવાદ સેશન્સ કોર્ટની બાજુમાં, ભદ્ર, અમદાવાદ રહેશે તેમ યાદીમાં જણાવાયું છે .

(7:18 PM IST)