<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

સુરતના માંગરોળ પંથકમાં યુરિયા ખાતરની તીવ્ર અછત સર્જાતા ખેડૂતો ચિંતામાં મૂકાયા

છેલ્લા દસ દિવસથી ખેડૂતો ખાતર ડેપોના ધરમધક્કા ખાઈ રહ્યા છે, અન્ય ખાતર ડેપોમાં ઉપલબ્ધ પરંતુ યુરિયા ખાતરનો સ્ટોક નથી તેવા બોર્ડ લગાવાયા

સુરતઃ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના માંગરોળ તાલુકામાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ડેપો બહાર ઉભેલા ખેડૂતોએ કહ્યું કે, છેલ્લા દસ દિવસથી યુરિયા ખાતર મળતું નથી. હાલમાં સુરત જિલ્લામાં વાવણીલાયક વરસાદ થયો છે. હવે ખેતી માટે ખાતરની જરૂર છે. ત્યારે આવા સમયે યુરિયા ખાતર ના મળે તો ખેતીમાં વિલંબ થઈ રહ્યો છે.

સામાન્ય રીતે વાંકલ વિસ્તારમાં ડાંગર, સોયાબીન, તુવેર, કપાસ સહિત શાકભાજીના પાકોમાં યુરિયા ખાતરની જરૂર હોય છે. ત્યારે છેલ્લા દસ દિવસથી ખેડૂતો ખાતર ડેપોના ધરમધક્કા ખાઈ રહ્યા છે. જો કે, અન્ય ખાતર ડેપોમાં ઉપલબ્ધ છે. પરંતુ યુરિયા ખાતરનો સ્ટોક નથી તેવા બોર્ડ લગાવવામાં આવ્યા છે.

(7:19 PM IST)