તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th July 2025
દિવા પાછળ અંધારું : સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ પ્રથમ નંબરે : જુની બિલ્ડિંગમાં જ ગંદકીનું સામ્રાજ્ય !!
સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મળ્યો જેમાં દસ લાખથી વધુ વસ્તી વાળા શહેરમાં યાદીમાં પ્રથમ ક્રમાંક પર છે

સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મળ્યો છે. જેમાં દસ લાખથી વધુ વસ્તીવાળા શહેરમાં યાદીમાં પ્રથમ ક્રમાંક પર છે.. અમદાવાદ મનપા સ્વચ્છતાને લઇ મોટી મોટી વાતો તો કરે છે પરંતુ કરવામાં આવી રહી છે. તેમની જ જૂની બિલ્ડીંગમાં જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મળ્યો છે જેમાં દસ લાખ થી વધુ વસ્તી વાળા શહેરમાં યાદીમાં પ્રથમ ક્રમાંક પર છે ત્યારે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જુની બિલ્ડીંગમાં જ ગંદકીનો સામ્રાજ્ય જોવા મળી રહ્યો છે જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે પ્રમાણે સ્વચ્છતા અને મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે ત્યારે જ એ તેમના જ પ્રાંગણમાં ગંદકી જોવા મળી રહી છે જોકે આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિટીએ જણાવ્યું કે ગંદકીને દૂર કરવાની કામગીરી અમારે ત્યાં અંતર આવી કે તેને દૂર કરીશું અને આવનાર સમયમાં એ બિલ્ડીંગ રીનોવેશન કામ કરવામાં આવશે.
અમદાવાદ દેશનું સૌથી સ્વચ્છ શહેર બની ગયું છે. અમદાવાદ ગત વર્ષે પાંચમા ક્રમે હતું. જ્યારે સ્વચ્છતા સર્વેક્ષણનો પ્રારંભ થયો ત્યારે શહેર 15મા ક્રમે હતું. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં અમદાવાદ બાદ ભોપાલ બીજા ક્રમે અને લખનઉ ત્રીજા ક્રમે છે. નવા શહેરોને તક મળે એ માટે સરકારે આ વખતે સુપર લીગની નવી શ્રેણી બનાવી છે. જેમાં કોઈ રેન્કિંગ નથી હોતું
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
