News of Friday, 18th July 2025
અમદાવાદ એરપોર્ટ પરથી 6 કરોડનો ગાંજો પકડાયો : એર એશિયાની ફ્લાઇટમાં યાત્રી પાસેથી ગાંજો જપ્ત
આરોપી ઉપર શંકા જતા ચેકિંગ બાદ હાઈબ્રિડ ગાંજાના 24 પેકેટ મળી આવ્યા

અમદાવાદ એરપોર્ટ પરથી 6 કરોડનો ગાંજો પકડાયો છે. બેંગકોકના હાઇબ્રિડ ગાંજાનો ફરી એક કેસ સામે આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા ગાંજો લઈને આવનાર સામે કાર્યવાહી કરાઈ છે. એર એશિયાની ફ્લાઇટમાં યાત્રી પાસેથી 6 કરોડનો ગાંજો પકડાયો છે. ભારતીય નાગરિક પાસેથી હાઈબ્રિડ ગાંજો જપ્ત કરાયો છે. આરોપી ઉપર શંકા જતા ચેકિંગ બાદ હાઈબ્રિડ ગાંજાના 24 પેકેટ મળી આવ્યા હતા. છેલ્લા 2 મહિનાના સમયગાળામાં 200 કરોડથી વધુની હાઇબ્રિડ ગાંજાની સ્મગલિંગ થવા પામી હતી. જેને કસ્ટમ અને એર ઇન્ટેલિજન્સ યુનિટે પકડી પાડી છે.
(9:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
