<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

ડાંગના મિલન ધોધમાં તાપી જિલ્લાના બે યુવકો ડૂબ્યા

મિલન ધોધમાં બે યુવકો ડૂબી જતાં ચકચાર મચી ગઈ :પાણી ઊંડું અને ડોહળું હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલી

ડાંગ,તા.૧૮

ડાંગ જિલ્લાના ખાતળ માછળી ગામ વચ્ચે આવેલા પ્રખ્યાત મિલન ધોધમાં બે યુવકો ડૂબી જતાં ચકચાર મચી ગઈ છે. તાપી જિલ્લાના આ બંને યુવકોની શોધખોળ સ્થાનિક ગ્રામજનોની મદદથી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, પરંતુ ધોધ નજીક પાણી ઊંડું અને ડોહળું હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.

મળતી માહિતી મુજબ, ડૂબી જનાર યુવકો તાપી જિલ્લાના રામપુરા ગામના વતની છે. તેમની ઓળખ મિહિરભાઈ મહેન્દ્રભાઈ ગામીત (ઉંમર ૨૦) અને નિહિતભાઈ નિતેશભાઈ ગામીત (ઉંમર ૨૫) તરીકે થઈ છે.

ઉલ્લેખનીય છે કે, ડાંગ વહીવટી તંત્ર દ્વારા આવા ધોધ અને જળાશયોમાં નહાવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમ છતાં, પ્રવાસીઓ સાવચેતી રાખ્યા વિના ધોધમાં ઉતરતા આવા દુર્ભાગ્યપૂર્ણ બનાવો બનતા રહે છે.

આ ઘટના ફરી એકવાર પ્રવાસીઓની સુરક્ષા અને નિયમોના પાલન અંગે ગંભીર સવાલો ઉભા કરે છે. સ્થાનિક તંત્ર દ્વારા ગુમ થયેલા યુવકોને શોધવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

(10:11 PM IST)