તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th July 2025
ડબલ એન્જીન સરકારમાં સામાન્ય લોકોનો અવાજ દબાયો, અમે જન જનનો અવાજ મજબુતીથી ઉઠાવીશું: અમીત ચાવડા
સંગઠન સળજન અભિયાનને આગળ લઇ જતા બુથથી લઈને પ્રદેશ સુધી કોંગ્રેસ પક્ષનું સંગઠન મજબુત બનાવીશું: અમીત ચાવડાઃ ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ એરપોર્ટ પર હકડેઠઠ મેદની વચ્ચે ભવ્ય સ્વાગત

રાજકોટ તા.૧૯: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે પક્ષની વિચારધારાના મજબુત વાહક, પ્રમાણિક, નિષ્ઠાવાન, લડાયક નેતા, યુવાનો- ખેડૂતો- પીડિતો- વંચિતો- શોષિતોના સૌથી મજબુત અવાજ અમીત ચાવડા પર વિશ્વાસ વ્યક્ત કરી નિયુક્તિ કરવા બદલ તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગે જી, શ્રીમતી સોનિયા ગાંધીજી, લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીજી, AICC ના સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક જીનો આભાર વ્યક્ત કર્યો. સાથે જ નિયુક્તિ બાદ દિલ્લીથી ગુજરાત આગમન પર, સરદાર વલ્લભભાઈ પટેલ- અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરનારા કોંગ્રેસ પક્ષના સહુ આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરોનો આભાર માન્યો હતો.
અમીત ચાવડાએ જણાવ્યું કે, પ્રસંગઠન સળજન અંતર્ગત બુથથી પ્રદેશ સુધી નવું સંગઠન તૈયાર થશે, નવા લોકોને સંગઠનમાં તક મળશે. કોંગ્રેસ પક્ષ સંગઠનના માધ્યમથી પ્રજાની વચ્ચે જઈને પ્રજાની સાથે સંવાદ પ્રસ્થાપિત કરીને પ્રજાના મુદ્દાઓને લઈને લડત- આંદોલન કરશે. ગુજરાત હંમેશા પ્રગતિશીલ રાજ્ય રહ્યું છે, ગુજરાતીઓએ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે, તે પરંપરાને આગળ લઇ જતા ગુજરાત અને ગુજરાતીઓનો વિકાસ થાય તે માટેના વિઝન સાથે તમામ કાર્યક્રમોને આગળ વધારીશું.
વધુમાં શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાનોના પ્રશ્નો, મહિલાઓ પર થતા અત્યાચાર, ખેડૂતોની સમસ્યાઓ, નાના વેપારીઓની તકલીફો, ફિક્સ પગાર- કોન્ટ્રાક્ટ પ્રથાથી શોષિતો, પીડિતો- વંચિતોનો અવાજ બનીશું. હાલમાં ગુજરાત જે અધિકારી રાજ, કમિશન રાજ, ભ્રષ્ટાચારનો સામનો કરી રહ્યું છે તે નાબુદ કરવા માટે આક્રમકતાથી લડીશું.
ગુજરાતની આ ડબલ એન્જીન સરકારમાં સામાન્ય લોકોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે, પોતાની સમસ્યાઓ પર રજૂઆત કરવી પણ ગુનો હોય તેવું વર્તન નાગરિકો જોડે કરવામાં આવે છે, જાગળત નાગરિકો- પત્રકારોને સત્ય બોલવા પર ડરાવવામાં આવી રહ્યા છે તેવી પરિસ્થિતિમાં આ અઘોષિત કટોકટી સામે લોકશાહી બચાવવા ભાજપ સરકારની તાનાશાહી સામે પ્રજાનો અવાજ બનીને કોંગ્રેસનો એક- એક કાર્યકર લડશે. તેમ હેમાંગ મહિપતરામ રાવલ, મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (મો.૯૮૯૮૨૩૩૦૩૮)એ જણાવ્યું છે.(૪૦.૧૧)
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
