<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

બનાસકાંઠાના દાંતા સરકારી હોસ્પિટલમાં પાણી ઘુસ્યા :ડોક્ટરની ચેમ્બર અને દર્દીના વોર્ડમાં વરસાદી પાણી પહોંચ્યા

સીવિલ પરિસરમાં પાણીમાં વાહનો ડૂબેલા જોવા મળ્યા. છેક અંદર સુધી પાણી આવી ગયું

બનાસકાંઠાના અનેક તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, દાંતા સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘુસ્યા છે. દર વર્ષે વધારે વરસાદ આવતા, દાંતામાં આવેલ સરકારી હોસ્પિટલમાં પાણી ભરાઈ જાય છે. સરકારી હોસ્પિટલ ખાડામા હોવાથી વરસાદી પાણી, હોસ્પિટલ પરિસર અને અંદર સુધી ઘુસી જાય છે. દાંતાના સમાજસેવી આગેવાનો તાત્કાલિક હોસ્પિટલ પહોચ્યા. સીવિલ પરિસરમાં પાણીમાં વાહનો ડૂબેલા જોવા મળ્યા. છેક અંદર સુધી પાણી આવી ગયું છે. ડોક્ટરની ચેમ્બર અને દર્દીના વૉર્ડમાં પાણી ઘુસ્યા છે.

(12:06 PM IST)