તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 19th July 2025
સુરતના વિપક્ષના નેતા સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરનાર ભાજપના 2 કોર્પોરેટર સામે કેસ નોંધવા કોર્ટનો આદેશ
ભાજપના બે કોર્પોરેટરોએ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં, વિપક્ષના નેતાએ રૂપિયા 11 લાખ લીધી હોવાનો આક્ષેપ કર્યો હતો

સુરતમાં રાજકીય નેતાઓમાં એકબીજા પક્ષ પર આક્ષેપોની ઝડી વરસાવતા હોય છે, જોકે ક્યારેય આવા આક્ષેપબાજીમાં કોર્ટનો સહારો લઈને કોઈ નેતા તેના પરના આક્ષેપોને પડકારતા હોય છે, સુરતમાં ભાજપના બે કોર્પોરેટર સામે ફોજદારી કેસ નોંધવા કોર્ટે હુકમ કર્યો છે. ભાજપના બે કોર્પોરેટરોએ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં, વિપક્ષના નેતાએ રૂપિયા 11 લાખ લીધી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેને વિપક્ષના નેતાએ બદનક્ષીનો કેસ કરીને પડકાર્યો હતો. આ કેસ સંદર્ભે આક્ષેપ કરનાર ભાજપના બે કોર્પોરેટર સામે ફોજદારી કેસ નોંધવા કોર્ટે હુકમ કર્યો છે. ભાજપના કોર્પોરેટર અશોક ધામી અને કનુ ગેડિયાએ આક્ષેપો કર્યા હતા .
(12:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
