<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

પુત્રની સાથે જેલ કેદી પિતાએ બોર્ડની પરીક્ષા સાથે આપી, બન્ને પાસ થયા....પ્રેરણાદાયક ઘટના

જેલ મુકત કેદીઓ માટે પ્રિઝનર એમ્‍પ્‍લોયમેન્‍ટ ગેરંટી સ્‍કીમ જાહેર. ગુજરાતની જેલોની અદભુત કાયાપલટમાં ડો.કે. એલ. એન.રાવ, અશ્વિન ચૌહાણ અને એસપી નિધિ ઠાકુર અને ટીમ માફક જાણીતા શિક્ષણવિદ ડીન ડો.ઇન્‍દુ રાવની જહેમત પણ કાબિલેદાદ છે . : જયારે કેદીઓ દ્વારા વ્‍યસનમુક્‍ત થવા લોકોને અસરકારક નાટકોના માધ્‍યમથી અપીલ કરી એક નવો અને અદભૂત પ્રયોગ, .સહુ મંત્રમુગ્‍ધ

 

રાજકોટ તા.૧૯: એક યુગમાં જેલનું નામ પડતા જ નજર સમક્ષ ભયાવહ દ્રશ્‍યો નજર સમક્ષ આવતા, જેલમાં રહેલ કેદી અન્‍ય રીઢા ગુનેગાર સાથે રહી ગુન્‍હાની દુનિયાનો MBA બની જતો. હવે સમય બદલાયો છે. જેલમાં કેદીઓ પોતાની રસ રુચિ મુજબ વિવિધ કાર્ય કરે,રોજગારી મેળવે અને જેલ જીવન બાદ પણ વડાપ્રધાનના સ્‍વપ્‍નમુજબ આત્‍મ નિર્ભર બને, એટલુજ નહીં પોતાના અનુભવ આધારે લોકોને વ્‍યસન કેટલું ઘાતક છે તે મનોરંજક શેલીમા નાટકો માધ્‍યમથી સમજાવે એવું જબ્‍બર પરિવર્તન ગુજરાતમાં આવ્‍યું છે, એટલુજ નહિ કેદીઓ જેલમાં રહી વિવિધ ડીગ્રીઓ મેળવે તેવા કોર્ષ પણ ડો.બાબા સાહેબ આંબંડકર  ઓપન યુનિવર્સિટી અને શ્રીમતી ઈન્‍દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીના સહયોગથી થાય છે ગુજરાતની જેલોમાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાની સવલત છે, જેના ખૂબ સારા પરિણામ આવે છે  આ બધાં માટે જો કોઈની દીર્ઘદ્રષ્ટિ હોય તો ગુજરાતની જેલોના વડા ડો.કે.એલ.એન. રાવ અને દીનદયાળ ઉપાધ્‍યાય યુનિ.ના ડીન શ્રીમતી ઇન્‍દુ રાવનો છે.

આ આખો પ્રોજેક્‍ટ પાર પાડવામાં જેલોના આઇજી અશ્વિન ચોહાણના માર્ગદર્શન હેઠળ જેલ સુપ્રિ.નિધિ ઠાકુર તથા સમગ્ર ટીમની અથાગ જહેમત પણ કાબિલેદાદ છે.

જેલ પ્રશાસન અને જેલનું વાતાવરણ કેટલી હદે શિક્ષણ શિક્ષણ બન્‍યું છે તેનું એક નાનું ઉદાહરણ પૂરતું છે. અશોકજી નામના એક જેલ કેદી અન્‍ય કેદીઓમાંથી પ્રેરણા મેળવી બોર્ડની પરીક્ષા આપવા ઈચ્‍છા વ્‍યકત કરી, જેલ વિભાગે તેમની ઇચ્‍છા વધાવી અને પરીક્ષા અંગે માર્ગદર્શન આપ્‍યું. નવાઇની વાત એ છે કે તેમના પુત્ર પણ બોર્ડની પરીક્ષા આપતા હતા, પિતા પુત્ર સાથે પરીક્ષા આપી બન્ને પાસ થયા.

ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના નિયામકશ્રી પ્રો.ડો.પ્રિયાંકીબેન વ્‍યાસ, પ્રોફેસરશ્રી ડો.નિગમભાઈ પંડ્‍યા તથા પ્રોફેસર શ્રી દિગિશભાઈ વ્‍યાસ તથા DISA અમદાવાદ ગ્રામ્‍યના સેક્રેટરીશ્રી એમ.આર.પટેલ, પ્રોજેક્‍ટ ઓફિસર શ્રી બી.એસ.ગઢવી SLSA, શાહીબાગ અમદાવાદનાઓ હાજર રહેલ હતા. કાર્યક્રમમાં બંદીવાનોના કલ્‍યાણની પ્રવળતિઓ અન્‍વયે ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સહયોગથી જેલના બંદિવાનો દ્વારા ‘‘વ્‍યસનમુક્‍તિ'' ઉપર નાટક પ્રસ્‍તુત કરવામાં આવેલ હતુ. જેમાં બંદિવાનો દ્વારા વ્‍યસનથી તેમના પરિવાર પર તેમજ શારીરીક થતી તકલીફો બાબતે અલગ-અલગ ભાગમાં નાટક રજુ કરી બંદિવાનોને વ્‍યસનમુક્‍તિ અંગે જાગળત કરવામાં આવેલ

ઉકત પ્રસંગે જેલ મુકત થતા કેદીઓ માટે પ્રિઝનર એમ્‍પલોયમેટ ગેરંટી સ્‍કિમની મુખ્‍ય જેલ વડા દ્વારા જાહેરાત કરવામાં આવેલ.(૨.૨૪)

 

(1:32 PM IST)