તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th July 2025
રૂા.૨૨૫ કરોડના ખર્ચે ૪ વર્ષ પહેલા બનેલ પુલ પણ ખખડયો
ડીસાના સૌથી મોટા એલિવેટેડ ઓવર બ્રિજમાં મોટા ગાબડા

અમદાવાદઃતા.૧૯, વડોદરા જિલ્લામાં ગંભીરા પુલ તુટી પડવાની ઘટના બાદ રાજયભરમાં નબળા પુલો અને ઓવર બ્રિજની ગુણવાા પર સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે ડીસામાં રૂ. ૨૨૫ કરોડના ખર્ચે ૨૦૨૧ માં બનેલા અને રાજયના સૌથી મોટો ગણાતો ૩.૭૫ કિલોમીટર લાંબો એલિવેટેડ ઓવર બ્રિજની સ્થિતિ ચોમાસા દરમિયાન ચિંતાનો વિષય બની છે.
હાલમાં આ એલિવેટેડ બ્રિજ પર ઠેર ઠેર ૧૦-૧૨ ફૂટના ગાબડા પડતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે.
તો બીજી તરફ આ બ્રિજ પર વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ભારે વરસાદમાં બ્રિજના ૧૦૮ નં. પિલરના જોઇન્ટસમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણી પડતુ જોવા મળે છે. જાણે કે ધોધ પડી રહ્યો હોય તેવું લાગે છે. જેના લીધે નીચે ચાલતા વાહનો અને રાહદારીઓને પાણી પડતા હાલાકી વેઠવી પડે છે. જયારે વરસાદ પડે ત્યારે બ્રિજ ઉપર પણ પાણી ભરાવાની સમસ્યા વારંવાર જોવા મળે છે.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
