<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

ભરૂચમાં તાંત્રિક વિધિ દરમિયાન પાડોશી સાથે ઉગ્ર બોલાચાલી બાદ માર મારતા એક વ્યક્તિનું મોત

ભુવા બોલાવી તાંત્રિક વિધિ કરવામાં આવતી હતી ત્યારે પડોશી સગાવાળાઓને શંકા જતાં ઘરમાં ઘુસીને ઝપાઝપી

ભરૂચમાં તાંત્રિક વિધિ દરમિયાન ઉગ્રબોલાચાલી થઇ હતી અને મારમારતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. 

ભરૂચમાં એક ચોંકાવનારી ઘટના બની છે.  નિકોરા ગામમાં એક વ્યક્તિએ તેમના ઘરે ભૂવા બોલાવી તાંત્રિક વિધિ કરાવતા તેના પાડોશીએ મારામારી કરતા એકનું મોત થયાનું સામે આવ્યું છે. ઇશ્વર પટેલ નામના શખ્સે પોતાના ઘરે તાંત્રિક વિધિ કરાવવા ભૂવાને બોલાવ્યા હતા, તે દરમિયાન તેના પડોશીને શંકા જતા તેની સાથે મારપીટ કરતા તેનું મોત નિપજ્યું છે. આ અંગે પરીવારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તાંત્રિક વિધિ કરાવનાર ભૂવા સહિત અન્ય લોકોની પૂછપરછ કરી છે, તો આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથધરી છે.  

મળતી માહિતી મુજબ, ભરૂચ તાલુકાના નિકોરા ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ભુવા બોલાવી તાંત્રિક વિધિ કરવામાં આવી રહી હતી ત્યારે પડોશી સગાવાળાઓને શંકા જતાં ઘરમાં ઘુસીને ઝપાઝપી શરૂ કરી હતી. આ દરમિયાન ઇશ્વર ભઈજી માછી પટેલને ઘર બહાર રસ્તે ખેંચી લઈ જઈને નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો. માથામાં ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજ્યું

 મૃતકના પરિવારજનોનો આક્ષેપ મુજબ, કાકા મોટાના પરિવારના સભ્યોએ જ ઇશ્વર ભઈજીની હત્યા કરી છે. ઘટનાને પગલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને નબીપુર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હત્યા પછી સમગ્ર નિકોરા ગામમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં ભયનો માહોલ છે. હાલ પોલીસ તાંત્રિક વિધિ કરાવનાર ભુવા સહિત અન્ય લોકોની પૂછપરછ કરી રહી છે. પેનલ પોસ્ટમોર્ટમ અને આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

(7:20 PM IST)