<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

સોમવારથી અંબાજી રોપ વે સેવા પાંચ દિવસ બંધ રહેશે

રોપવે સેવા બંધ કરાતા શ્રદ્ધાળુઓ માટે ગબ્બરગઢ ઉપર અખંડ જ્યોતના દર્શાનર્થે પગપાળા પગથિયાં દ્વારા જવા રસ્તો ચાલું રહેશે.

યાત્રાધામ અંબાજી મંદિરમાં આગામી 5 દિવસ રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  મળતી માહિતી મુજબ,  શક્તિપીઠ અંબાજીના ગબ્બર ઉડનખટોલાની રોપવે સેવા 05 દિવસ રોપવે સેવા બંધ કરવામાં આવશે. 

અંબાજી રોપવેના મેન્ટેનન્સ કામગીરીને લઇ આગામી તારીખે 21થી 25 જુલાઇ સુધી અંબાજી રોપવે સેવા બંધ રાખવો નિર્ણય લેવામાં આવ્યો છે.  અંબાજીના ગબ્બર ગોખના દર્શન કરવા હજારો શ્રદ્ધાળુઓ રોપવે દ્વારા માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા  રોપ વે દ્વારા જતા હોય છે ત્યારે યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે રોપવેની સાર સંભાળ (મેન્ટેનેન્સ) કરવાનું થતું હોવાથી રોપવે સેવા બંધ રહેશે. આ સાથે 26/07/2025થી અંબાજી રોપવે સેવા રાબેતા મુજબ પુનઃ શરૂ કરવામાં આવશે, જોકે  રોપવે સેવા બંધ કરાતા શ્રદ્ધાળુઓ માટે ગબ્બરગઢ ઉપર અખંડ જ્યોતના દર્શાનર્થે પગપાળા  પગથિયાં દ્વારા જવા રસ્તો ચાલું રહેશે. 

(7:27 PM IST)