<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કનું પરિણામ જાહેર

જૂનિયર ક્લાર્ક ની ૩૪૦ જગ્યાઓ માટે ભરતી પરિક્ષાનું આયોજન કર્યું હતું : મંડળની વેબસાઇટ પરપરિણામ જોઈ શકાય છે

ગાંધીનગર : જૂનિયર ક્લાર્ક ભરતી પરિક્ષા ને લઈ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જાહેર પરિણામ જાહેર કર્યું હતું. આ પરિણામ જોવા માટે મંડળની વેબસાઇટ પર જોઇ શકો છો. જૂનિયર ક્લાર્ક ની ૩૪૦ જગ્યાઓ માટે ભરતી પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ યાદી કામચલાઉ છે તેમાં જો કોઇ વ્યક્તિને કોઇ પણ વાંધો હોય તો તે મંડળનો સંપર્ક કરી શકે છે

    ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ક્રમાંક 212/202324 ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ A તથા ગ્રુપ B) પૈકી ગ્રુપ B ની મુખ્ય પરીક્ષાનું આયોજન 08-06-2025 ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું 

   પરીક્ષાનું પરિણામ જાહેર કરવા ઉપરાંત 40 ટકા લાયકી ધોરણને ધ્યાને રાખીને સફળ રહેલા ઉમેદવારોની કામચલાઉ યાદી આશરે 16517 ઉમેદવારોની યાદી અને અસફળ રહેલા ઉમેદવારો 2928 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે છે 

જો કે મંડળ દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લાયક ઉમેદવાર તથા તે અંગેની માહિતી ટૂંક જ સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત મંડળની વેબસાઇટ નિયમિત જોતા રહેવા માટે પણ ઉમેદવારોને અપીલ કરવામાં આવી છે.  

 

(10:04 PM IST)