<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th July 2025

મહેસાણાના ખેરાલુમાં ધોધમાર વરસાદ : અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

દેસાઈવાડા રોડ, મારુનડા માતાજી રોડ પર પાણી ભરાયા છે. ખોખરવાડા સંઘ રોડ, ખાડિસા સહિતના વિસ્તારમાં પાણી ભરાયા: નાનીવાડા, મલેકપુર, ગઠામણ, ખેરપુરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો

અમદાવાદ : ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. મહેસાણાના ખેરાલુમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ખેરાલુમાં વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ખેરાલુ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. દેસાઈવાડા રોડ, મારુનડા માતાજી રોડ પર પાણી ભરાયા છે. ખોખરવાડા સંઘ રોડ, ખાડિસા સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત નાનીવાડા, મલેકપુર, ગઠામણ, ખેરપુરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. જો કે હાલ વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

 

(12:52 AM IST)