<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th July 2025

દાહોદ જિલ્લાના તમામ પુલની તપાસ : વધુ 3 ઑવરબ્રિજ જર્જરિત જાહેર : ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ

દૂધિયા અને લવારીયા વચ્ચે ઉજ્જવલ નદી પરનો પુલ, સિંગવડના ચુંદડી ગામ પાસે કબૂતરી ડેમનો જુનો પુલ અને લીમખેડા નગરના હડફ નદી પરનો પુલ ગંભીર ત્રુટિગ્રસ્ત હોવાને કારણે બંધ કરાયો

દાહોદ : મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 20 નિર્દોષોના મોત બાદ રાજ્યભરમાં પુલોની સલામતીની ચકાસણી શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવા-જૂના તમામ પુલોની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણ ઓવરબ્રિજ ગંભીર રીતે જર્જરિત હાલતમાં હોવાનું સામે આવતા તાત્કાલિક ધોરણે ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

દેવગઢબારિયા તાલુકાના દૂધિયા અને લવારીયા વચ્ચે ઉજ્જવલ નદી પરનો પુલ, સિંગવડના ચુંદડી ગામ પાસે કબૂતરી ડેમનો જુનો પુલ અને લીમખેડા નગરના હડફ નદી પરનો પુલ ગંભીર ત્રુટિગ્રસ્ત હોવાને કારણે બંધ કરાયો છે. પુલમાં તિરાડો, મોટા ખાડા અને પિલ્લરો ધોવાઈ જવાના ભયજનક અંશો સામે આવ્યા છે. તંત્રએ વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા પણ કરી છે.

આ સાથે ડુંગરપુર ગામે આવેલો બ્રિજ તથા ગરબાડા તાલુકાના દાદુર નજીક ખરાડ નદીનો પુલ પણ અત્યંત નબળી સ્થિતિમાં હોવાના અહેવાલ સામે આવ્યાં છે. ભવિષ્યમાં મોટી દુર્ઘટનાને ટાળવા માટે આ પુલો માટે પણ કડક કાર્યવાહી જરૂરી બની છે.

(12:57 AM IST)