<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

સાણંદના રિસોર્ટમાં હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી ઉપર રેડ

૧૩ પુરૂષો અને ૨૬ મહિલાઓ શંકાસ્‍પદ પીધેલી હાલતમાં પકડાયા : ૭૦ થી ૮૦ લોકો મહેફિલમાં હતાં: ૫ સીલબંધ બોટલો પણ મળીઃ કુલ ૩૯ પકડાયા

અમદાવાદ, તા.૨૧: સાણંદના ગ્‍લેડ વન રિસોર્ટમાંથી હાઈપ્રોફાઇલ દારૂની મહેફિલ ઝડપાઈ છે. સાણંદ પોલીસે દરોડા પાડીને દારૂની મહેફિલમાંથી યુવક અને યુવતીઓને ઝડપી પાડવામાં આવ્‍યા છે. જોકે, ૨૬ યુવતીઓને નોટિસ આપીને છોડી મૂકવામાં આવી હોવાની માહિતી પણ મળી છે. આ દારૂની મહેફિલમાંથી ૧૩ પુરુષો અને ૨૬ મહિલાઓ શંકાસ્‍પદ પીધેલી હાલતમાં મળી આવ્‍યા હતા. વધુ તપાસણી માટે મેડિકલ બ્‍લડ સેમ્‍પલની કાર્યવાહી કરવામાં આવી છે. સાણંદ પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, અમદાવાદ ગ્રામ્‍ય પોલીસ દ્વારા બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્‍યા હતા. જેમાં સાણંદ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના ગ્‍લેડ વન ગોલ્‍ફ ક્‍લબ અને રિસોર્ટ ખાતે એક બર્થ ડે પાર્ટીમાં ૭૦થી થી ૮૦ લોકો તથા દારૂ હોવાની બાતમી મળી હતી. રિયલ એસ્‍ટેટ ક્ષેત્રે સંકળાયેલા પ્રતિક સાંધીની બર્થડે પાર્ટી માટે આ બધા એકઠા થયા હતા.

અમદાવાદના ગ્રામ્‍ય વિસ્‍તાર સાણંદમાં દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડયા છે, ગ્‍લેડ વન રિસોર્ટમાં દારૂની મહેફિલ ચાલતી હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી અને પોલીસે દરોડા પાડીને યુવક-યુવતીને ઝડપી પાડયા છે, પોલીસે મોડી રાત્રે તમામ લોકોની અટકાયત કરી છે અને સાણંદ પોલીસ સ્‍ટેશન લઈ જવામાં આવ્‍યા છે.

સાણંદના ગ્‍લેડ વન રિસોર્ટમાં ડીજે પાર્ટીની સાથે ચાલતી દારુ મહેફિલ પર પોલીસે દરોડા પાડયા છે, ૫૦ જેટલા યુવક-યુવતીઓ મહેફિલ માણતા ઝડપાયા હોવાની વાત સામે આવી છે, આ મહેફિલમાં ૨૬ યુવતીઓ અને ૧૩ યુવકો હતા જે લોકો રિસોર્ટમાં દારૂની મહેફિલ માણી રહ્યાં હતા તે દરમિયાન પોલીસ ત્રાટકી અને તમામ લોકોની અટકાયત કરી હતી, પોલીસે દારુની બોટલો સહિતનો મુદ્દામાલ કબ્‍જે કર્યો અને સાણંદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સાણંદમાં અનેકવાર ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફિલ ઝડપાતી હોય છે, હાઈ પ્રોફાઈલ લોકો રિસોર્ટમાં દારૂની પાર્ટી માણતા હોય છે, ત્‍યારે આવી જ એક ઘટના ફરી બની છે જેમાં યુવક-યુવતીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે, સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો જન્‍મદિવસની ઉજવણી ચાલતી હતી અને તેમાં દારૂ પાર્ટીનું આયોજન કરવામાં આવ્‍યું હતુ. હાલમાં તમામ લોકોની પોલીસે અટકાયત કરી છે અને તમામના મેડિકલ રીપોર્ટ પણ પોલીસે કઢાવ્‍યા છે અને હાલમાં ઝડપાયેલ લોકોને લોકઅપમાં મૂકવામાં આવ્‍યા છે.

સાણંદ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના ગ્‍લેડ વન ગોલ્‍ફ ક્‍લબ અને રિસોર્ટ ખાતે એક બર્થ ડે પાર્ટીમાં ૭૦ થી ૮૦ લોકો તથા દારૂ હોવાની બાતમી મળેલ. જેના આધારે સાણંદ પોલીસ સ્‍ટેશનની સાથે અસલાલી, ચાંગોદર, બોપલ પોલીસ તથા ૨ પંચોને સાથે રાખી રેડ કરવામા આવેલ. બર્થડે પાર્ટીના આયોજક પ્રતીક સાંઘીએ કર્યુ હતુ તેઓ અમદાવાદના રહેવાસી છે, રેડ દરમિયાન હાજર મહિલા પુરુષોની બ્રેથ એનેલાયઝરથી તપાસ કરતા ૧૩ પુરુષો અને ૨૬ મહિલાઓ શંકાસ્‍પદ પીધેલ હાલતમાં મળી આવેલ જેમને વધુ તપાસણી માટે મેડિકલ બ્‍લડ સેમ્‍પલની કાર્યવાહી કરવામાં આવેલ. આ સાથે કુલ ૫ સીલબંધ દારૂની બોટલ મળી આવેલ જે કબ્‍જે કરી સમગ્ર બનાવ બાબતે પ્રોહીબિશન એક્‍ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

સાણંદમાંથી અન્‍ય એક દારૂની મહેફિલ પણ ઝડપાઈ છે. સાણંદના જાણીતા કલ્‍હાર બ્‍લ્‍યુ ગ્રીન વીલાના એક મકાનમાં દારૂની મહેફિલ જામી હતી. આ અંગેની બાતમી મળતા સાણંદ પોલીસે રેડ પાડીને ૧૨ લોકોને ઝડપી પાડ્‍યા છે. જેમની પાસેથી ઈંગ્‍લિસ દારૂ ની બોટલ પણ મળી આવી છે.

અમદાવાદના સાણંદ નજીક એક ખાનગી વિલામાં શનિવારે રાત્રે ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસે રેડ પાડી ૧૨ લોકોની ધરપકડ કરી છે. કલહાર બ્‍લુ એન્‍ડ ગ્રીન રેસિડેન્‍શિયલ એન્‍ક્‍લેવના વિલા નંબર ૩૫૮ પરથી પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.૧.૬૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લામાં ગેરકાયદેસર દારૂ અને જુગાર પ્રવળત્તિઓ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનના ભાગરૂપે આ રેડ પાડવામાં આવી હતી. સાણંદ પોલીસ છેલ્લા કેટલાક સમયથી વિસ્‍તારના વીકેન્‍ડ વિલા, ફાર્મહાઉસ અને ક્‍લબહાઉસ પર નજર રાખી રહી હતી, જ્‍યાં ગેરકાયદેસર મેળાવડા થતા હોવાના અહેવાલો હતા. વિલામાં ચાલી રહેલી પાર્ટી અંગે ચોક્કસ બાતમી મળ્‍યા બાદ પોલીસ ટીમે રેડ પાડીને પાર્ટી કરી રહેલા લોકોને ઝડપી પાડ્‍યા હતા.

પોલીસના જણાવ્‍યા અનુસાર, આરોપીઓ ગુજરાતના દારૂબંધી કાયદાનું ઉલ્લંઘન કરીને દારૂનું સેવન કરતા ઝડપાયા હતા. સ્‍થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની એક કાચની બોટલ અને ૧૧ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્‍યા છે. સાણંદ પોલીસે ગુજરાત પ્રોહિબિશન એક્‍ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના સાણંદમાં હાઇ પ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, રિસોર્ટમાંથી ૧૦૦ લોકો ઝડપાયાં.

૧. જીમીત જયેશભાઈ શેઠ (૩૫), સરગાસણ, ગાંધીનગર. ૨. હર્ષ જયેશભાઈ શેઠ (૩૫), સરગાસણ, ગાંધીનગર. ૩. ભાવેશ રામનરેશ કથિરીયા (૨૬), રામોલ, અમદાવાદ. ૪. પ્રતિક સુરેશ જાટ (૩૭), નાસિક, મહારાષ્‍ટ્ર. ૫. કુશલ કિરીટભાઈ પ્રજાપતિ (૨૩), ઓઢવ ગામ, અમદાવાદ. ૬. દીપ ચંદ્રકાંતભાઈ વડોદરિયા (૨૪), નવાવાડી, અમદાવાદ. ૭. રાજન ગોપાલભાઈ સોની (૩૦), નવી મુંબઈ, મહારાષ્‍ટ્ર. ૮. રોનિત રાજેશભાઈ પંચાલ (૩૨), ન્‍યુ રાણીપ, અમદાવાદ. ૯. નોમાન મુખ્‍તાર શેખ (૨૧), સરખેજ, અમદાવાદ. ૧૦. જય પિયુષભાઈ વ્‍યાસ (બિઝનેસમેન), સરગાસણ, ગાંધીનગર. ૧૧. મહાવીરસિંહ વિક્રમસિંહ સોલંકી (૨૧), ઓઢવ, અમદાવાદ. ૧૨. યશ ધનશ્‍યામભાઈ જાટ સેન (બિઝનેસમેન), બાપુનગર, અમદાવાદ.

 

(3:49 PM IST)