<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી શંકરસિંહ વાઘેલાનો ૮૬ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : રાજયના ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી અને ભૂતપૂર્વ વિપક્ષી નેતા શ્રી શંકરસિંહ લક્ષ્મણસિંહ વાઘેલાનો જન્‍મ તા. ર૧ જુલાઇ ૧૯૪૦ના દિવસે થયેલ આજે ૮૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે તેઓ મૂળ ગાંધીનગર ખાતેના વાસણા ગામના વતની છે.

શ્રી શંકરસિંહ વાઘેલા એમ.એ. અર્થશાસ્‍ત્રની પદવી ધરાવે છે. ૪ વખત લોકસભાના સભ્‍ય, એક વખત રાજયસભાના સભ્‍ય રહી ચૂકયા છે. ભાજપમાં દાયકાઓ સુધી રહ્યા બાદ રા.જ.પા. સરકારના મુખ્‍યમંત્રી તરીકે તેમજ વિપક્ષ કોંગ્રેસના નેતા તરીકે રહી ચૂકયા છે. ભાજપ-કોંગ્રેસ બેયના પ્રદેશ પ્રમુખ તરીકે રહ્યા હોય તેવા એક માત્ર ગુજરાતી નેતા છે. મો. ૯૮રપ૧ ૧૧૮પપ ગાંધીનગર.

(11:53 AM IST)