તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Monday, 21st July 2025
પૂ. ધીરૂગુરૂદેવના સાંનિધ્યે અમદાવાદ ખાતે અનુમોદના શિબિર -જાપ સંપન્ન
દર ગુરૂવારે મહિલા જ્ઞાન શિબિર : રવિવારે પ્રવચન

રાજકોટ, તા. ર૧ : અમદાવાદના શ્રી કાઠીયાવાડ સ્થાનકવાસી જૈન સમાજના ઉપક્રમે શ્રી ધર્મનાથ જૈન સંઘમાં ચાર્તુમાસ નિશ્રા પ્રદાતા પૂ. શ્રી ધીરગુરૂદેવના સાંનિધ્યે પૂ. ગુણીજી મહાસતીજી, પૂ. નયનાજી મ.સ., પૂ. લીનાજી મ.સ.એ અનુમોદના શિબિરમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ ધારક મહાત્માઓની અનુમોદના કરવામાં આવેલ. જેમાં મહિલા મંડળીના બહેનો જોડાયા હતા.
શિબિર બાદ અમેરિકાના અરૂણાબેન કાંતિલાલ શાહની સ્મૃતિમાં શાંતિ જાપ રાખેલ. ગૌતમ પ્રસાદનો લાભ કાંતિલાલ જેઠાલાલ શાહ પરિવારે લીધેલ. દિલીપભાઇ શાહ અને ભાવનાબેન શેઠનું સન્માન કરાયું હતું.
દર ગુરૂવારે મહિલા જ્ઞાન શિબિરમાં ૭પ જેટલા બહેનો લાભ લઇ રહેલ છે.
તા. ર૭ ને રવિવારે સવારે ૯.૩૦ થી ૧૧-૩૦ કલાકે ખળભળાટમાંથી ઝળહળતા વિષય પર શિબિર પ્રવચન રાખેલ છે. (
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
