<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

સાબર ડેરી સામે સતત આઠમા દિવસે પશુપાલકોનો વિરોધ યથાવત :મહિલાઓએ શામળ પટેલની સ્મશાન યાત્રા કાઢી છાજીયા લીધા

ઈડર, વડાલી, હિંમતનગર, તલોદ, પ્રાંતિજ સહિતના તાલુકામાં બેઠકોનો દોર: સાબર ડેરી નિયામક મંડળ અને ભાજપના સમાધાનના પ્રયાસો સંપૂર્ણ નિષ્ફળ

સાબરકાંઠા: સાબર ડેરી સામે સતત આઠમા દિવસે પશુપાલકોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. આ વિરોધને પગલે ઈડર, વડાલી, હિંમતનગર, તલોદ, પ્રાંતિજ સહિતના તાલુકામાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે ઈડર તાલુકાના વીરપુરમાં મહિલાઓએ શામળ પટેલની સ્મશાન યાત્રા કાઢી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ પશુપાલક મહિલાઓએ શામળ પટેલના નામના છાજીયા લીધા હતા.

પશુપાલકોના વિરોધના મામલે સાબર ડેરી નિયામક મંડળ અને ભાજપના સમાધાનના પ્રયાસો સંપૂર્ણ નિષ્ફળ રહ્યા છે. પશુપાલકો સાબર ડેરી પાસે  20% ભાવફેર માગી રહ્યા છે. તેમજ સાબર ડેરી નિયામક કમિટીનો પશુપાલકો વિરોધ કરી રહ્યા છે. વડાલીમાં પણ કિસાન સંઘ અને દૂધ મંડળીના આગેવાનો સહિતના લોકોની બેઠક યોજી હતી. સતત આઠમા દિવસે જિલ્લામાં ભારે વિરોધ વચ્ચે બેઠકોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. સાબર ડેરી ભાવફેર મામલે હવે રાજકારણ પણ સામેલ થયું છે. મોટાભાગના પશુપાલકો સતત આઠમા દિવસે પણ ડેરીમાં દૂધ ભરાવી રહ્યાં નથી.

(4:24 PM IST)