તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
ખાનગી યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે મારામારી
અંગે પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી પરંતુ કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી તેમ જાણવા મળે છે

વડોદરા,તા.૨૧
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલી ખાનગી યુનિવર્સિટીમાં ગઈકાલે વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે છુટા હાથની મારામારી અને દંડાબાજી થયાનો વિડીયો વાયરલ થયો છે. અંગે પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી પરંતુ કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી તેમ જાણવા મળે છે.
વાઘોડિયા નજીક આવેલી ખાનગી યુનિવર્સિટીમાં ગઈકાલે સાંજે વિદેશી વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે અથડામણ થતા ભાગદોડ મચી ગઈ હતી. જેમાં આમને સામને મારામારીમાં બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ખાનગી યુનિવર્સિટીમાં ગઈકાલે થયેલી મારામારીના વીડિયોમાં બે જૂથ વચ્ચે મારામારી થતું સ્પષ્ટ જણાઈ આવે છે સાથે સાથે એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને માર મારીને નીચે ફેંકી દીધો હોવાનું દેખાય છે. આ બનાવવાની જાણ વાઘોડિયા પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી જઈ મામલો શાંત પાડ્યો હતો પરંતુ આ ખાનગી યુનિવર્સિટીમાં બનેલી મારામારીની ઘટનાની કોઈ ફરિયાદ હજી સુધી દાખલ કરવામાં આવી નથી તેમ જાણવા મળે છે.
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
