<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામમાં ધમકીઓથી ત્રસ્ત થઈ યુવકે કરી આત્‍મહત્‍યા કરી જીવન ટુંકાવ્‍યું

યુવક હિતેશ તડવીનો મોબાઈલ ફોન ધાનપુર તાલુકાના કણઝર ગામના હિતેશ છત્રા તડવીની પત્ની પાસે મળી આવતા બને વચ્ચે તીવ્ર મતભેદ થયાનું જાણવ મળેલ છે

દાહોદઃ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામમાં એક હ્રદયવિદ્રાવક ઘટના સામે આવી છે, જેણે સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાવી દીધી છે. ચીલાકોટા ગામના હોળી ફળિયામાં રહેતા 22 વર્ષીય યુવક હિતેશ વિષ્ણુ તડવીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે હિતેશ તડવીનો મોબાઈલ ફોન ધાનપુર તાલુકાના કણઝર ગામના હિતેશ છત્રા તડવીની પત્ની પાસે મળી આવતા બને વચ્ચે તીવ્ર મતભેદ થયા હતા. આ મામલે હિતેશ છત્રા તડવીએ મોબાઈલ પર વારંવાર ફોન કરીને હિતેશ વિષ્ણુ તડવીને અપમાનજનક ભાષામાં ધમકીભરી ગાળો બોલી હતી.
હિતેશ વિષ્ણુ તડવી અપમાનજનક ભાષામાં મળતી ધમકીભરી ગાળો થી ગંભીર માનસિક તણાવનો સામનો કરતો હતો અને તેનું માનસિક સંતુલન ડગમગી ગયું હતું. સમાજમાં અપમાનીત થવાની ભીતિ વચ્ચે અંતે તેણે ગામની નજીક આવેલા ડુંગરની ખીણમાં, ખાખરાના ઝાડ પર નાયલોનના બેલ્ટથી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધો હતો.


 

(10:31 PM IST)