<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

જલ હૈ તો કલ હૈઃ ગુજરાતમાં પ૪.૧૪ ટકા વરસાદઃ પ૯.૩૯ ટકા જળસંગ્રહ

રાજયના ર૮ ડેમો આખા ભરાયાઃ સૌરાષ્‍ટ્રમાં સરેરાશ પ૩.૪૮ ટકા વરસાદ : ખેતીની દ્રષ્‍ટિએ ૧૬ આની વરસની આશા

રાજકોટ, તા., ૨૨ : ગુજરાતમાં ચોમાસુ મોસમના અડધા પંથે પહોંચ્‍યું છે. રાજયમાં આજે સવાર સુધીમાં સરેરાશ ૪૭૭.૪૭ એમ.એમ. (૧૯ ઇંચ) વરસાદ પડી ગયો છે. તે ટકાવારીની દ્રષ્‍ટિએ પ૪.૧૪ ટકા થાય છે. વરસાદના કારણે તળાવો , ડેમોમાં નવા નીરની આવક થઇ છે. નર્મદા સહિતના ડેમોમાં મળી કુલ પ૯.૩૯ ટકા જળભંડાર એકત્ર થયો છે.

ગુજરાતના બધા જ (રપ૧) તાલુકાઓમાં વરસાદ થઇ ગયો છે. ૧૮ તાલુકાઓમાં અત્‍યાર સુધીમાં ૪૦ ટકાથી વધુ વરસાદ પડયો છે. ૧૩૮ તાલુકાઓમાં ૧૦ થી ૨૦ ઇંચ વરસાદ પડયો છે. ૩૫ તાલુકાઓમાં પ થી ૧૦ ઇંચ વરસાદ પડયો છે. જુનના સરેરાશ ૩૦૩ એમ.એમ. વરસાદ પડેલ. જુલાઇની તા. રર ની સવાર સુધીમાં ૧૭૪ એમ.એમ. વરસાદ નોંધાયો છે. હજુ અનેક વિસ્‍તારોમાં વરસાદી વાતાવરણ છે.

કચ્‍છમાં ૬૩.૮૫ ટકા, ઉત્તર ગુજરાતમાં પ૩.૩ ટકા, મધ્‍યમાં ૫૦.૭૩, દક્ષિણમાં પ૬.૮ર અને સૌરાષ્‍ટ્રમાં ૫૩.૪૮ ટકા વરસાદ નોંધાયો છે. આખા ગુજરાતનો ૫૪.૧૪ ટકા વરસાદ થયો છે. પ૭.૩૬ ટકા જળસંગ્રહ થયો છે. નર્મદામાં ૪૯.૬૭ ટકા પાણી ભરાયું છે. આ આંકડા લાઇવ જથ્‍થાના છે. રાજયના ર૦૭ માંથી ૨૮ ડેમો સૌરાષ્‍ટ્રના છે. હજુ ચોમાસાનો દોઢ-બે મહિના જેટલો સમયગાળો બાકી છે. આગામી દિવસોમાં વધુ વરસાદ વરસવાનો વર્તારો છે. ખેતીની દ્રષ્‍ટિએ પણ વરસાદ આશાસ્‍પદ છે.

 

(11:52 AM IST)