<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

અનુપમસિંહ ગેહલોતનો એ સફળ પ્રયોગ ગુજરાતભરમાં અમલી બનાવવા હર્ષભાઈ સંઘવી દ્વારા મનોમંથન

ગુન્‍હો કરી રૂપિયા સાથે બીજા રાજ્‍યમાં ટેસડા કરી પાછા ગુજરાત આવી જશું, પોલીસ બધું ભૂલી ગઈ હશે...ગુનેગારોની આવી માનસિકતા પર જબરજસ્‍ત મેન્‍ટલી દબાણ પ્રયોગ સફળ : ૧૦ વર્ષથી લાપતા અપરાધીઓ જ નહિ, ૨૦, ૨૮ વર્ષથી ફરાર અપરાધીઓ પકડવા હવે PCB/ DCB, SOG સાથે સચિન GIDC પીઆઇ કુલદીપસિંહ ગોહિલ કે પછી ઉધના પીઆઇ એસ.એન. દેસાઇ સહિત વિવિધ પોલીસ મથક ટીમો આદુ ખાઈ પાછળ પડી છે

રાજકોટ, તા.૨૨: તા.  સુરતમાં વિવિધ પ્રકારની ગુન્‍હાખોરી પર કંટ્રોલ મેળવવા લોકોના સહયોગથી નો ડ્રગ્‍સ ઈન સુરત, વ્‍યાજખોરો સામે જંગ, ભયજનક તત્‍વોના નામ પ્રજા પાસેથી મેળવી PCB મારફત પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આર એસ સુવેરા ટીમ મારફત ૧૦૦૦ થી વધુ લોકોને પાસા તડીપાર કાર્યવાહી સાથે ગુન્‍હેગારોની માનસિક હિંમત તોડવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ૧૦ વર્ષથી વધુ સમય થયા ફરાર ગુનેગારોને પકડવા PCB, DCB અને SOGને મેદાને ઉતરતા  ૧૦ વર્ષથી વધુ સમય થયા નાસ્‍તા ૩૧ ગુનેગારો રાજ્‍યભરથી પકડાયા છે. આ ગુનેગારોની પૂછપરછમાં પણ પોલીસ કમિશનરની આવી ઝુંબેશ હવે ગુન્‍હો કરી ભાગી જશું અને મોટી  રકમ સાથે ગુજરાત બહાર પોહચી ટેસડા કરી પરત આવીશું એ માન્‍યતા બદલાઈ રહી છે.

PCB પીઆઇ આર એસ સુવેરા અને SOG પીઆઇ PI અશોક ચોધરી પણ ગુનેગારોની માનસિક હિંમત તૂટી રહી હોવાનું માને છે. આ સાથે ક્રાઇમ બ્રાન્‍ચ ડીસીપી ભાવેશ રોજીયા પણ આ પ્રયોગ અસરકારક હોવાનું માને છે.                                    

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને પોતાનો આ પ્રયોગ સફળ રહ્યાના અનુભવી અધિકારીઓ પાસેથી અભિપ્રાય મળ્‍યા બાદ હવે તબક્કાવાર દરેક પોલીસ મથકને ૧૦ વર્ષથી વધુ સમય થયા લાપતા ગુનેગારો માટે એક ચુનંદી ટીમ બનાવવા આપેલ સૂચના  મુજબ સચિન GIDC પીઆઇ કુલદીપસિંહ ગોહિલ ટીમ દ્વારા  સેકન્‍ડ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર  બી.બી.પરમાર ટીમને સફળતા મળી છે. આજ રીતે નાયબ પોલીસ કમિશનર ભગીરથ ગઢવીના માર્ગદર્શનમાં આ જ રણનીતિ અંતર્ગત ઉધના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એસ એન દેસાઈ ટીમ દ્વારા ૨૮ વર્ષથી નાસ્‍તા સોમનાથ નાયક નામના અપરાધીને દબોચી લીધો છે. ગ્રહ મંત્રી હર્ષભાઈ સંઘવીને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનો આ પ્રયોગ આખા રાજ્‍યમાં અમલ કરવા તુર્ત આયોજન કરનાર હોવાનું સૂત્રો જણાવે છે

(2:07 PM IST)