<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

રાજયના અતિથિગ્રહો-વિશ્રામગૃહો ખાનગી ધોરણે ચલાવવા માટે આપવા મંજુરીની મહોર

જુદા-જુદા જિલ્લાઓના માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેરોને તાકીદ

 (અશ્વિન વ્‍યાસ) ગાંધીનગરઃ રાજય સરકારના માર્ગ અને મકાન વિભાગે તાજેતરમાં એક સૂચના બહાર પાડી જણાવ્‍યું હતું કે રાજયના અતિથિગૃહો/વિશ્રામગૃહો ખાનગી ધોરણે ચલાવવા માટે આપવા.

આ સૂચના બહાર પાડયા પછી બીજી એક નવી સૂચના બહાર પાડી છે જેમાં ખાનગીકરણની વાતને સૈધાંતિક મંજુરીની મહોર મારી તેમાં દર્શાવ્‍યું છે કે રાજયના જુદા જુદા જિલ્લાઓના માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેરોને આ વાતની તાકીદ કરી વર્તુળ હસ્‍તકના અતિથિગૃહ/ વિશ્રામગૃહના કામની તાંત્રિક મંજુરી ડી.ટી.પી./એસ.જી.ડી.ટેન્‍ડર વગેરેની કાર્યવાહી તાત્‍કાલિક શરૂ કરવા જણાવ્‍યું છે.

આ સાથે અધિક્ષક ઇજનેરોને સરકારની સુચનાનું તાત્‍કાલિક પાલન કરી વિગતવાર અહેવાલ તૈયાર કરી યુધ્‍ધના ધોરણે ટેન્‍ડરીંગ પ્રક્રિયા શરૂ કરવા સૂચના  આપવામાં આવી છે

(2:47 PM IST)