હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભરૂચના ઝઘડિયામાં ST બસ અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: બે લોકોના ઘટના સ્થળે મોત 7 લોકોને ગંભીર ઈજા
બિસ્માર રોડને કારણે કારચાલક રોંગ સાઈડમાં કાર ચલાવતા હતા બસ સામે આવતી હતી :ઇકો ગાડી સીધી જ બસ સાથે ફુલ સ્પીડમાં અથડાઇ

ભરૂચના ઝઘડિયામાં ST બસ અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. રોંગ સાઈડમાં ચાલતી ઈકો કાર ST બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં આગળ બેસેલા બંન્ને લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાનાં સીસીટીવી વાયરલ થઇ રહ્યા છે. બિસ્માર રોડને કારણે કારચાલક રોંગ સાઈડમાં કાર ચલાવી રહ્યો હતો. જો કે બસ સામે આવી રહી હતી તે તેને દેખાઇ નહી કે તે બેધ્યાન હતો ગમે તે કારણોસર ઇકો ગાડી સીધી જ બસ સાથે ફુલ સ્પીડમાં અથડાઇ હતી
જેનાં કારણે ઇકો કારનો આગળથી કડુસલો વળી ગયો હતો. જ્યારે આગળ બેઠેલા બંન્ને લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. સમગ્ર મામલે માહિતી મળતાની સાથેજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તત્કાલ 108 ની મદદથી તમામ ઘાયલોને સારવાર માટે ભરૂચ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તમામની સારવાર ચાલી રહી છે. જ્યારે મૃતદેહોને કાઢવા માટે સ્થાનિક લોકોની રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે બંન્નેના મૃતદેહો એટલા ભયાનક રીતે ફસાઇ ગયા હતા કે સ્થાનિક લોકો તથા અને પોલીસે ભારે મહેનત બાદ બંન્નેનાં મૃતદેહો બહાર કાઢ્યા હતા. ST બસ અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટનાથી સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.
સ્થાનિકોએ દાવો કર્યો કે, ખરાબ રોડનાં કારણે રોજિંદી રીતે અહીં અકસ્માતો થયા કરે છે. જો કે સ્થાનિક તંત્ર કોઇ પણ પ્રકારે રોડને રિપેર કરવાનાં મુડમાં નથી. ભયાનક રીતે રોડ ખરાબ હોવાનાં કારણે લોકો ખાડા બચાવવા માટે બીજી સાઇડે જઇને ખાડાથી બચતા હોય છે. જો કે કેટલાક કિસ્સામાં વાહનો સામસામે આવી જાય ત્યારે જો કોઇ પણ વ્યક્તિનું ધ્યાન ન હોય તો અકસ્માત થતા હોય છે. બાઇક ચાલકો તો રોજિંદી રીતે કોઇને કોઇ ખાડામાં ખાબકે જ છે.
ખાસ કરીને વરસાદ જ્યારે હોય ત્યારે સ્થિતિ વધારે વિકટ બનતી હોય છે. કારણ કે ખાડો કેટલો ઉંડો છે તેનો ખ્યાલ નથી હોતો. અને બાઇક ચાલકો છીંછરો ખાડો હશે તેમ સમજીને જો ચલાવે તો તેમાં ખાબક્યા વગર રહેતા નથી. આ પ્રકારે રોજિંદી રીતે આ રોડ પર અકસ્માતો થાય છે. મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હોવા છતા અહીં કોઇ પણ પ્રકારની મરામત કરવામાં આવી નથી. કમસે કમ તંત્ર ખાડા પુરે તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે. સારા રોડની અમને અપેક્ષા નથી પરંતુ સરકાર ખાલી ખાડા પુરી દે તો પણ અમે તેમના આભારી રહીશું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
