<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી: ચાર દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના

મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, સુરત, વલસાડ, નવસારી, જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદ : રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક દરમ્યાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 થી 26 જુલાઈ દરમ્યાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાન પર મોન્સૂન ટ્રફ સક્રિય થતા રાજ્યમાં વરસાદ થશે. અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતા 46 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

    હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં સર્જાતી પરિસ્થિતિઓના કારણે વરસાદી સિસ્ટમ વધુ સક્રિય બનવાની સંભાવના છે. ડીપ ડિપ્રેશન અથવા લો પ્રેશર વિસ્તાર ઉભો થાય તો તેની સીધી અસર ગુજરાત પર થઈ શકે છે. જુલાઈના અંતિમ દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદના આગમનની શક્યતા છે. ખાસ કરીને 28 જુલાઈ પછી પવનની ગતિમાં વધારો જોવા મળી શકે છે. કેટલીક જગ્યાએ પવન 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે, જેના લીધે તંત્રએ સતર્ક રહેવાની અને તાત્કાલિક પગલાં લેવા તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે. 

  છેલ્લા ત્રણ દિવસથી ફરી વરસાદી માહોલ સર્જાવા પામ્યો છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્ય પર ભારે વરસાદી સિસ્ટમ અસર કરી શકે છે. તેઓ જણાવ્યું હતું કે, કેટલીક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની શકયતા છે, અને કયાંક તો 10 ઈંચ કે તેથી પણ વધુ વરસાદ નોંધાઈ શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર તેમજ નાગરિકોએ સાવચેત રહેવું જરૂરી બની રહ્યું છે.  
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગા મી 3 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, સુરત, વલસાડ, નવસારી, જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

(7:02 PM IST)