<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

યાત્રાધામ અંબાજીમાં 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર ભાદરવી પૂનમ મહામેળો : સેવા કેમ્પોની કલેક્ટર સાથે બેઠક યોજાઈ

સેવા કેમ્પનું આયોજન કરનારા તમામ આયોજકો સાથે સંકલન થાય તે હેતુથી અધ્યક્ષ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી અને બનાસકાંઠા કલેક્ટરની અધ્યક્ષતામાં અંબાજીમાં બેઠક

યાત્રાધામ અંબાજીમાં આગામી તારીખ 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમ મહામેળો 2025 યોજાનાર છે. આ મહામેળામાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓની સેવા લાગતા તમામ સેવા કેમ્પોની આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને અંબાજી ખાતે બેઠક યોજાઈ.

ગુજરાતનો સૌથી મોટો મેળો જેમાં પદયાત્રિકો પદયાત્રા કરી અંબાજી ખાતે મા અંબાનાં દર્શને આવે છે. આ મેળો સાત દિવસ સુધી ભરાય છે. આ વખતે મેળો 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી ભરાવવાનો છે અને દર વર્ષે 30 લાખ કરતાં વધુ પદયાત્રિકો ભાદરવી પૂનમ મહામેળામાં માતાજીના દર્શને આવે છે. જ્યારે પદયાત્રિકો માટે મોટા પ્રમાણમાં સેવા કેમ્પો ભાદરવી પૂનમ મેળા દરમિયાન લાગે છે. જેમાં ભોજન આરોગ્યને લગતી તમામ પ્રકારની સેવાઓ નિશુલ્ક હોય છે.

આ સેવા દર વર્ષે સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. જેને લઈ આગામી ભાદરવી પૂનમ મહામેળો 2025માં સેવા કેમ્પનું આયોજન કરનારા તમામ આયોજકો સાથે સંકલન થાય તે હેતુથી અધ્યક્ષ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી અને બનાસકાંઠા કલેક્ટરની અધ્યક્ષતામાં અંબાજીમાં બેઠક યોજાઈ હતી. જેમાં તમામ સેવા કેમ્પોને પડતી અગવડતા લઈ સલાહ સૂચન લેવામાં આવ્યા હતા. વેબ પોર્ટલ દ્વારા ભાદરવી પૂનમ મહામેળામાં આવતા તમામ સેવા કેમ્પોની નોંધણી કરવામાં આવશે. તેની માહિતી આપવામાં આવી હતી.

(7:31 PM IST)