<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

સુરતમાં જુગારધામો પર ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી : અલગ અલગ ચાર સ્થળોએ દરોડા : 25 લાખની માલમત્તા સાથે 73 જુગારીઓ ઝડપાયા

મુખ્ય આરોપી અસલમ કચ્છી, અકબર ઉર્ફે કેકડા, યુસુફ પાસા, ફિરોઝ મીંડીને વોન્ટેડ જાહેર: 80 જેટલા મોબાઈલ અને 13,20 અલખની કિંમતના આઠ વાહનો જપ્ત

સુરત શહેરમાં ચાલતા જુગારધામો પર ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચાર અલગ અલગ સ્થળો પર ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડ્યા છે. દરોડામાં જુગાર રમતા 73 જુગારીઓને 25 લાખથી વધુની મત્તાના મુદ્દા માલ સાથે ધરપકડ કરવામાં આવી છે. સ્થળ પરથી 4.22 લાખની રોકડ રકમ, 7.58 લાખની કિંમતના 80 મોબાઈલ વગેરે જપ્ત કરાયા છે. 13.20 લાખની કિંમતમાં આઠ જેટલા વાહનો પણ જપ્ત કરાયા છે. જુગાર રમવા માટે 50 થી લઈ 10 હજાર સુધીના 1135 જેટલા પ્લાસ્ટિકના કોઇન જપ્ત કરાયા છે. અકબર સહીદના ટેકરા વિસ્તારમાં ચાલતા જુગારધામ ઉપર છાપો માર્યો હતો.  મુખ્ય આરોપી અસલમ કચ્છી, અકબર ઉર્ફે કેકડા, યુસુફ પાસા, ફિરોઝ મીંડીને વોન્ટેડ જાહેર કરાયા છે. ઉપરાંત સલાબતપુરાના લાલવાડી વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર દરોડા પાડીને આઠ લોકોની અટકાયત કરી છે

(10:00 PM IST)