<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

શ્રી સત્‍યસાઈ હાર્ટ હોસ્‍પિટલ અને રાજય સરકારના આરોગ્‍ય વિભાગ સાથે વિનામૂલ્‍યે હાર્ટ સર્જરી અંગે એમઓયુ

મનોજ ભીમાણી, કંચનભાઈ પટેલ, નીતિન પટેલ, દુષ્‍યંત પટેલ, ડો.વર્ષાબેન શાહ દ્વારા આરોગ્‍ય મંત્રી ઋષિકેશ પટેલનો આભાર વ્‍યકત

રાજકોટ : છેલ્લાં ૨૫ વર્ષથી હૃદય રોગના મોંઘા ભાવના ઓપરેશન કે જેની કિંમત રૂ ૩ થી પ લાખ થાય છે એવા ઓપરેશન ભગવાન શ્રી સત્‍ય સાઈ બાબાની પ્રેરણાથી વિનામૂલ્‍યે કરતી શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ રાજકોટ અને અમદાવાદ ને ગુજરાત સરકાર ના આરોગ્‍ય વિભાગ સાથે તા ૧૧-૦૭-૨૦૨૫ના રોજ વિનામૂલ્‍યે હાર્ટ સર્જરી અંગે એમ ઓ યુ કરવામાં આવ્‍યું છે.

આ ખાસ પ્રસંગે હોસ્‍પિટલના ટ્રસ્‍ટીઓ અને શુભચિંતકો દ્વારા ગુજરાતના હૃદયરોગથી પીડિત બાળકોની સેવાની તક આપવા બદલ  આરોગ્‍ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ નો હૃદયપૂર્વક આભાર માન્‍યો હતો.

આ પ્રસંગે હોસ્‍પિટલના મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રી મનોજ ભીમાણી, શ્રી કંચન ભાઈ પટેલ, શ્રી નીતિન પટેલ (ગાયછાપ બેસન), શ્રી દુષ્‍યંત પટેલ, જાણીતા કાર્ડિયાક સર્જન ડૉ.વર્ષાબેન શાહ હાજર રહ્યા હતા.

હોસ્‍પિટલના ટ્રસ્‍ટીઓ, તબીબો અને સમગ્ર સ્‍ટાફ દ્વારા અસાધારણ સમર્પણથી ચાલતી આ સેવા માનવતાની ઊંચી મૂલ્‍યોને ઉજાગર કરે છે. ‘માનવ સેવા પરમો ધર્મ' ને સાર્થક કરતી આ હોસ્‍પિટલ ગુજરાત ની વસ્‍તી માટે ગૌરવસૂચક ભુમિકા ભજવી રહી છે. (૩૭.૩)

(11:09 AM IST)