News of Wednesday, 23rd July 2025
અશોક ચૌધરી અમૂલના બિગબોસઃ રાજકોટની ગોપાલ ડેરીના ગોરધન ધામેલિયા વાઇસ ચેરમેન
૮૦,૦૦૦ કરોડનું ટર્નઓવર ધરાવે છે ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લી.

રાજકોટ, તા.,૨૩ : ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના વર્તમાન ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે ચૂંટણી યોજાઈ હતી. આણંદમાં GCMMF ખાતે ચૂંટણી જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી વડપણ હેઠળ યોજાઇ હતી. આ મતદાન પ્રકિતામાં રાજ્યની ૧૮ ડેરીઓના ચેરમેન મતાધિકારનો ઉપયોગ કરવાનો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં અઢી વર્ષ માટે ચેરમેન અને વાઈસ ચેરમેનની નિમણૂંક કરવામાં આવતી હોય છે. જેમાં અશોક ચૌધરીને અઢી વર્ષ માટે GCMMFના ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટની ગોપાલ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયા વાઈસ ચેરમેન બન્યાં છે.
વર્તમાન ચેરમેન સાબર ડેરીમાં થયેલા વિવાદને કારણે શામળ પટેલને રીપિટ કરવામાં આવ્યા નથી. અશોક ચૌધરી છેલ્લા ચાર વર્ષથી મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન છે. ભાજપ સાથે ૨૦ વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. અશોક ચૌધરી મહેસાણા જિલ્લા ભાજપમાં મહામંત્રી રહી ચૂકયા છે. મહેસાણા નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂકયા છે. તેઓ વિપુલ ચૌધરી જૂથ સામે લડત ચલાવી દૂધસાગર ડેરીમાં ચેરમેન બન્યા હતા.
તાજેતરમાં લાફા કાંડને લઇને અશોક ચૌધરી ચર્ચામાં આવ્યા હતા. વાઇસ ચેરમેન યોગેશ પટેલે લાફો માર્યોનો આક્ષેપ કર્યો હતો. બીજા દિવસે મિલ્ક પાવડરને લઇને વિવાદ ઉભો કરાયો હતો. ભાજપે અશોક ચૌધરી જવાબદારી સોંપીને ફરી એકવાર ઉતર ગુજરાત ચેરમેન પદ જ્યારે સૌરાષ્ટ્રને વાઇસ ચેરમેન પદ સોંપ્યું છે.મહત્વનું છે કે, GCMMFમાં દૂધના જથ્થાની દ્રષ્ટિએ કુલ ટર્નઓવરમાં ઉત્તર ગુજરાતની ત્રણ ડેરીઓ બનાસ, સાબર અને દૂધસાગર ડેરીનો હિસ્સો ૫૫ ટકા ગણાય છે. જ્યારે બાકીના ૪૫ ટકામાં રાજ્યની ૧૫ ડેરીઓ આવે છે. તેથી ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની ત્રણેય ડેરીઓનું મહત્વ રહેતું હોય છે. આ સમીકરણ સાથે નિયુક્તિ થઈ હોવાનું મનાઇ રહ્યું છે. જો કે GCMMFનું વાર્ષિક ૮૦ હજાર કરોડથી વધુનું ટર્નઓવર હોવાનું માનવામા આવે છે. રાજ્યના ૧૮ ડેરી સંઘો GCMMF હેઠળ આવે છે.૧૮ હજાર મંડળીઓ અને ૩૬ લાખથી વધુ પશુપાલકો GCMMF સાથે જોડાયેલા છે.
વિશ્વની સૌથી મોટી દુધ ઉત્પાદકોની સહકારી સંસ્થા ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લી. આણંદ કે જે વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં રૂપિયા ૯૦,૦૦૦ કરોડનું બ્રાન્ડ ટર્ન ઓવર તથા ૩૬ લાખ દુધ ઉત્પાદકો સાથે જોડાયેલ સહકારી સંસ્થા આણંદ ખાતે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચુંટણી યોજાયેલ હતી. જેમાં રાજકોટ દુધ સંઘના ચેરમેન શ્રી ગોરધનભાઈ ધામેલીયાની વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવેલ છે. જયારે ચેરમેનપદે મહેસાણા ડેરીના શ્રી શંકર ચૌધરીની વરણી થઇ હતી.
શ્રી ગોરધનભાઈ ધામેલિયાના નેતળત્વમાં રાજકોટ દુધ સંઘ સાથે જોડાયેલા હજારો પશુપાલકોને અંતિમ દુધ ભાવની ડાયરેકટ દુધ ઉત્પાદકોના બેંક ખાતામાં રૂપિયા ૬૦ કરોડ જેટલી જંગી રકમ જમા કરાવનાર સૌરાષ્ટમાં સૌ પ્રથમ રાજકોટ દુધ સંઘ બન્યો છે.
ખેડૂત હિત માટે દુધના યોગ્ય ભાવ, પ્રામાણીક કામગીરી અને ટેકનોલોજી અપનાવી રાજકોટ ડેરીને પાંચ વર્ષમાં ટર્ન ઓવર રૂપિયા ૭૭૬ કરોડ થી વધારી રૂપિયા ૧૧૪૨ કરોડ (૪૭ ટકા વળદ્ધિ) અને નફામાં નફો રૂપિયા ૪ કરોડ થી ૮૦ કરોડ (૧૯૦૦ ટકા વળદ્ધી) પહોંચાડયો. ગ્રાહકો માટે દુધની ઉત્તમ ગુણવતા માટે દુધ ભેળસેળ વિરુદ્ધ પગલા અને પશુપાલકો માટે મજબુત સંસ્થાકીય વ્યવસ્થાના પ્રયાસો તેમને એક નિષ્ઠાવાન, નિતીપ્રેમી અને પ્રભાવશાળી સહકારી નેતા તરીકે ઓળખ આપે છે. તેમનું નેતળત્વ સહકારક્ષેત્રને નવી દિશા આપે છે.
શ્રી ગોરધનભાઈ ધામેલિયા દ્વારા રાજકોટ દુધ સંઘની સરાહનીય કામગીરીથી ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લી અમુલના વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી થઇ જેથી આ નવી મળેલ જવાબદારીથી રાષ્ટ્રિય કક્ષાએ અન્ય દૂધ સંઘ સાથે મળી લાખો પશુપાલકોની પ્રગતિમાં ભાગીદાર બનશે તેમ સંઘના ઇન્ચાર્જ મેનેજીંગ ડીરેકટરની પ્રેસયાદી જણાવે છે.
ગોરધનભાઇ ધામેલીયા (મો. ૯૮રપર ૧૬૮૮૦).
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
