<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

હલકી ગુણવત્તાના ખાધ પદાર્થના વેચાણ-વિતરણ-આયાત બદલ રૂા.૨૦ લાખ સુધીનો દંડ અથવા સબ સ્‍ટાન્‍ડર્ડ ખોરાકના જથ્‍થાના મૂલ્‍યના ૧૦ ગણા, બેમાંથી જે વધુ હોય તેટલો દંડ કલમ ૫૦ ગુણવત્તા વગરનો ખોરાક વેચવા બદલ દંડ

નાગરિકોને ૩૦ દિવસમાં ઓનલાઇન વાંધા-સૂચનો આપવા સરકારની આપીલ

પ્રવર્તમાન જોગવાઈઃ કોઈપણ વેપારી, ગ્રહકને માગ્‍યા મુજબનો નહીં, પણ ગુણવત્તા સિવાયનો ખોરાક વેચે તે કાયમની જોગવાઇઓને અનુરૂપ અનુરૂપ ન હોય તો તે રૂ. ક લાખથી વધુ નહીં તેવા દંડને કલમ ૫૦ પાત્ર થશે, પરંતુ લમ ગ્રાની પેટા-કલમ (૨) હેઠળ આવરી લેવામાં આવેલી વ્‍યક્‍તિઓ, આવા પાલન ન કરવા બદલ રૂ. ૨૩૧૦૦થી વધુ નહીં તેવા દંડને પાત્ર થશે.

સૂચિત જોગવાઈઃ કોઈપણ વેપારી, ગ્રાહકને માગ્‍યા મુજબનો નહીં, પણ ગુણવત્તા સિવાયનો ખોરાક વેચે અને તે કાયદાની જોગવાઇઓ અનુરૂપ ન હોય તો તે રૂ ક લાખથી વધુ નહીં, પરંતુ રૂ. ૨ લાખથી ઓછો નહીં અથવા ખરીદનારને વેચેલી ખાદ્યવસ્‍તુની મૂલ્‍યના દસ ગણા, બેમાંથી જે વધુ હોય તેટલા ન્‍યૂનતમ દંડને પાત્ર થશે, પરંતુ કલમ ગ્રાની પેટા કલમ (૧) હેઠ આવરી લેવામાં આવેલી વ્‍યક્‍તિઓ, આવા પાલન ન કરવા બદલ રૂ. ૩,૦૦૦થી વધુ નહીં તેવા દંડને પાત્ર થશે.

કલમ ૫૧ સબ-સ્‍ટાન્‍ડર્ડ ખોરાક માટે દંડ

પ્રવર્તમાન જોગવાઈઃ કોઈપણ વ્‍યક્‍તિ, હલકી કક્ષાના ખાદ્ય પદાર્થનું વેચાણ કે સંગ્રહ માટે ઉત્‍પાદન કરે અથવા માનવ વપરાશ માટે તેનું વેચાણ, વિતરણ કે આયાત કરે તો રૂ.ક લાખ સુધીના દંડને પાત્ર થશે.

સૂચિત જોગવાઈઃ કોઈપણ વ્‍યક્‍તિ, હલકી કક્ષાના ખાધ પદાર્થનું વેચાણ કે સંગ્રહ માટે ઉત્‍પાદન કરે, માનવ વપરાશ માટે તેનું વેચાણ, વિતરણ કે આયાત કરે, તો તે રૂ. ૨૦ લાખથી વધુ નહીં, પરંતુ રૂ. ૨ લાખ રૂપિયાથી ઓછો નહી અથવા સબસ્‍ટાન્‍ડર્ડખોરાકના જથ્‍થાના મૂલ્‍યના ૧૦ ગણા, બેમાંથી જે વધુ હોય તેટલા ન્‍યૂનતમ દંડને પાત્ર થશે.

કલમ ૫૨ મિસબ્રાન્‍ડેડ ખોરાક માટે દંડ

પ્રવર્તમાન જોગવાઇઃ કોઈપણ વ્‍યક્‍તિ, મિસ-બ્રાન્‍ડેડ (લેબલની જોગવાઇ વિરુદ્ધ) ખાધ પદાર્થનું વેચાણ કે સંગ્રહ માટે ઉત્‍પાદન કરે, માનવ વપરાશ માટે તેનું વેચાણ, વિતરણ કે આયાત કરે તો તે રૂ.૩ લાખ સુધીના દંડને પાત્ર થશે.

સૂચિત જોગવાઈઃ કોઈપણ વ્‍યક્‍તિ, મિસ બ્રાન્‍ડેડ (લેબલની જોગવાઇ વિરુદ્ધ) ખાધ પદાર્થનું વેચાણ કે સંગ્રહ માટે ઉત્‍પાદન કરે, માનવ વપરાશ માટે તેનું વેચાણ, વિતરણ કે આયાત કરે તો તે રૂ.૩ લાખથી વધુ નહીં. પરંતુ રૂ. ૫૦,૦૦૦થી ઓછો નહીં અથવા મિસ બ્રાન્‍ડેડ ખોરાકના જથ્‍થાના મૂલ્‍યના ૧૯ ગણા, બેમાંથી જે વધુ હોય તેટલા ન્‍યૂનતમ દંડને પાત્ર થશે

કલમ ૫૩ ભ્રામક અથવા ગેરમાર્ગે દોરતી જાહેરાત માટે દંડ

પ્રવર્તમાન જોગવાઈઃ કોઈપણ વ્‍યક્‍તિ, ખોરાકને ખોટી રીતે વર્ણવે અથવા(બ) કોઈ પણ ખોરાકની ગુણવત્તા અંગે ગેરમાર્ગે ઘેરવાની સંભાવના છે અથવા ખોટી બાંહેધરી આપે, તે રૂ. ૧૦ લાખ સુધીના દંડને પાત્ર થશે.

સૂચિત જોગવાઈઃ કોઈપણ વ્‍યક્‍તિ, (અ)ખોરાકને ખોટી રીતે વર્ણવે અથવા (બ) કોઈ પણ ખોરાકની ગુણવત્તા અંગે ગેરમાર્ગે દોરવાની સંભાવના છે અથવા ખોટી બાંહેધરી આપે તો તે રૂ. ૧૦થી વધુ નહીં, પરંતુ રૂ. ૨ લાખથી ઓછો નહીં તેટલા દંડને પાત્ર થશે

કલમ ૫૪ ખોરાકમાં બાહ્ય ચીજવસ્‍તુની હાજરી કે તે ઉમેરવા બદલ દંડ

પ્રવર્તમાન જોગવાઈઃ કોઈ પણ વ્‍યક્‍તિ, બાહ્ય પદાર્થો(Extraneous matter) ધરાવતા ખોરાકનું વેચાણ માટે અથવા સંગ્રહ માટે ઉત્‍પાદન કરે અથવા માનવ વપરાશ માટે તે ખોરાકની કોઈ પણ વસ્‍તુનું વેચાણ અથવા આયાત કરે તો તે રૂ. ૧ લાખ સુધીના દંડને પાત્ર થશે.

સૂચિત જોગવાઈઃ કોઈ પણ વ્‍યક્‍તિ, બાહ્ય પદાર્થો ધરાવતા ખોરાકનું વેચાણ, અથવા સંગ્રહ માટે ઉત્‍પાદન કરે અથવા માનવ વપરાશ માટે તે ખોરાકની કોઈ પણ વસ્‍તુનું વેચાણ, આયાત કરે તો તે રૂ. ૧ લાખથી વધુ નહીં, પરંતુ રૂ. ૫૦,૦૦૦થી ઓછો નહીં તેટલા દંડને પાત્ર થશે

કલમ ૫૭ ભેળસેળયુક્‍ત પદાર્થ માટે દંડ

પ્રવર્તમાન જોગવાઈઃ કોઈપણ વ્‍યક્‍તિ, ભેળસેળયુક્‍ત પદાર્થને વેચાણ માટે આયાત અથવા ઉત્‍પાદન સંગ્રહ કરે, વેચે, તેનું વિતરણ કરે તો તે (૧) જ્‍યાં આ ભેળસેળયુક્‍તક પદાર્થ આરોગ્‍ય માટે હાનિકારક ન હોય, ત્‍યાં રૂ. ૨ લાખ સુધીનો દંડ (૧) જ્‍યાં આ ભેળસેળકારક પાર્થ આરોગ્‍ય માટે હાનિકારક હોય, ત્‍યાં રૂ. ૧૦ લાખ સુધીના દંડને પાત્ર થશે.

સૂચિત જોગવાઈઃ (૧) જો કોઈપણ વ્‍યક્‍તિ, ભેળસેળકારક પદાર્થને ખાધ પદાર્થમાં ઉમેરે કે ઉમેરવાના ઈરાદાથી વેચાણ માટે આયાત, ઉત્‍પાદન, સંગ્રહ કરે, વેચે અથવા તેનું વિતરણ કરે તો તે જવાબઘર રહેશે. (૧) જ્‍યાં આ ભેળસેળયુક્‍ત પદાર્થ આરોગ્‍ય માટે હાનિકારક ન હોય, ત્‍યાં રૂ. ૨ લાખથી વધુ નહીં, પરંતુ રૂ. ૨૫,૦૦૦થી ઓછો નહીં તેટલા દંડને પાત્ર થશે. (૧) જ્‍યાં આ ભેળસેળકારક પદાર્થ આરોગ્‍ય માટે હાનિકારક હોય, ત્‍યાં રૂ. ૧૦ લાખથી વધુ નહીં, પરંતુ રૂ. ૧ લાખથી ઓછો નહીં તેટલા દંડને પાત્ર થશે. (૨) પેટાકલમ (૧) હેઠળની કાર્યવાહીમાં આરોપી અન્‍ય કોઈ વ્‍યક્‍તિ વતી આવી ભેળસેળ કરતો હોવાનો બચાવ કરી શકશે નહીં.

ગુણવત્તા વગરનો ખોરાક વેચવા બદલ દંડ, સબ-સ્‍ટાન્‍ડર્ડ ખોરાક, મિસ-બ્રાન્‍ડેડ ખોરાક, ભ્રામક અથવા ગેરમાર્ગે દોરતી જાહેરાતો, ખોરાકમાં બાહ્ય ચીજવસ્‍તુ ઉમેરવી, ભેળસેળયુક્‍ત પદાર્થ, આરોગ્‍ય માટે હાનિકારક ખોરાક, જપ્ત કરેલા ફૂડ આર્ટિકલ સાથે છેડછાડ, ખોટી માહિતીની રજૂઆત, ફૂડ સેફટી ઓફિસરના કામમાં અવરોધ, લાઈસન્‍સ વગર ખાદ્ય પદાર્થના વ્‍યવસાય બદલ દંડ અને સજાની જોગવાઈઓ સુધારાશે

 

 

(11:54 AM IST)