<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

ગુજરાત સરકાર દ્વારા વકીલોના વેલફેર માટે બાર કાઉન્‍સીલને પાંચ કરોડ ફાળવાયા

સરકાર દ્વારા વકીલોની નારાજગી અટકાવવા નોટીરીઓની નિમણુંક અપાશે

રાજકોટ તા. ર૩: બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલના નેતળત્‍વમાં આજ રોજ ગુજરાત મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, કાયદા મંત્રી ઋષીકેશભાઈ પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, તેમજ ગળહમંત્રી હર્ષ સંઘવીની બાર કાઉન્‍સીલના મેમ્‍બરો સાથે મુલાકાત લીધેલ અને જે.જે.પટેલ દ્વારા મુકવામાં વેલફેરના મુદ્દે વકિલોના ઉત્‍થાન માટે વેલફેર ફંડમાં સરકારને સ્‍કિમમાં રકમ આપવા રજુઆત કરતા ગુજરાત સરકારના મુખ્‍યમંત્રીશ્રીએ ૫ કરોડનો ચેક આપેલ. આમ ગુજરાત સરકાર દ્વારા આજ સુધીમાં બાર કાઉન્‍સીલને ૨૮ કરોડનો રાજય સરકારે અનુદાન આપેલ હતુ.

આ ઉપરાંત ગુજરાત રાજયના વકિલોના પોલીસ વિરૂધ્‍ધના સમાચારો વકિલો સાથે પોલીસની રીતીનીતી સમગ્ર ગુજરાતના વકિલો દ્વારા પોલીસ કાર્યવાહી સામે કાર્યવાહી કરવા બાર કાઉન્‍સીલને જણાવેલ. તેના અનુસંધાને આજરોજ જે. જે.પટેલ પ્રતિનીધી મંડળ ગળહમંત્રી હર્ષ સંઘવીને મળેલ અને વકિલોના મુદ્દા અંગે વિસ્‍તળત ચર્ચા કરવામાં આવેલ હતી અને વકિલોને પડતી શહેર જીલ્લાના પ્રશ્‍નોની ચર્ચા કરવામાં આવી હતી. ગળહમંત્રીશ્રીએ જણાવેલ કે, પોતાના શહેર જીલ્લાના કાર્યક્રમ દરમ્‍યાન બાર કાઉન્‍સીલ મેમ્‍બર, બાર એસો.ના પ્રમુખ, પોલીસ સુપ્રી. તેમજ એક સંયુક્‍ત મીટીંગ દરેક જગ્‍યાએ રાખવામાં આવશે. આ મીટીંગમાં જીલ્લા કક્ષાનો પ્રશ્‍નોનુ નિરાકરણ કરવામાં આવશે તેમ જણાવેલ હતુ.

આ સમયે ગુજરાતના કાયદા મંત્રી શ્રી ઋષીકેશભાઈ પટેલને બાર કાઉન્‍સીલના ચેરમેન જે.જે.પટેલના નેતળત્‍વમાં મળેલ અને રજુઆત કરેલ બે-ત્રણ વર્ષથી નોટરીઓના ઈન્‍ટરવ્‍યુ લેવામાં આવેલ છે. આ નોટરીઓની નિમણુક કરવાની હજુ બાકી હોય. વકિલોમાં નારાજગી થતી અટકાવવા માટે અને રાજયના વકિલો ભાજપ સમર્થક હોય નોટરીઓને જલ્‍દી નિમણુક કરવા રજુઆત કરતા કાયદા મંત્રીશ્રીએ પણ હકારાત્‍મક અભિગમ અપનાવેલ હતો.

બાર કાઉન્‍સીલનુ અને ભાજપ લીગલ સેલના પ્રદેશ કન્‍વીનરની જવાબદારી જે.જે.પટેલે જવાબદારી સ્‍વીકારેલ છે ત્‍યારથી હર હંમેશ વકિલોના પ્રશ્‍નોને વાચા આપતા રહે છે. વકિલોના પ્રશ્‍નોનું રજુઆત થતા અને વકિલોના વેલફેર ફંડ માટે સરકારે ૨૮ કરોડ જેવુ અનુદાન કરેલ હોય. રાજયના વકિલોમાં આનંદની લાગણીઓ ફેલાઈ ગયેલ છે. (૭.રપ)

(2:41 PM IST)