<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

હવે માત્ર પુરૂષો જ દારૂનાં વ્‍યસની નથીઃ મહિલાઓમાં સેવન બમણું

બે હાઈપ્રોફાઈલ પાર્ટીઓમાં દારૂનું સેવન કરતા પકડાયેલામાં મહિલાઓનું પ્રમાણ વધુ

અમદાવાદઃ સાણંદના ગ્‍લેડ વન રિસોર્ટમાં ચાલતી દારુ પાર્ટીમાં પોલીસે રેડ પાડતાં ૩૯ જણાંની ધરપકડ કરવામાં આવી હતી જેમાં ૨૬ મહિલાઓ હતી. આ સાથે એનઆરઆઈ ટાવર ખાતે પણ પોલીસે ત્રણ મહિલાઓની ધરપકડ કરી હતી. થોડા સમય પહેલાં વડોદરા અને સુરતમાંથી માતબર દારુ સાથે પાર્ટીઓમાં મહિલાઓની અટકાયત સાન્‍ય બની છે.

પોલીસને બોલાવવી પડી હતી. આ અંગે તેઓ વધુ જણાવે છે કે ગુજરાતમાં દારુની તપાસ અંગે પહેલાં પોલીસ ગાડી ઊભી રાખે ત્‍યારે મહિલાઓને એટલે ચેક નહોતા કરતાં કારણ કે મહિલાઓમાં દારુનું સેવન અશકય સ્‍તરનું હતું પરંતુ હમણાં હમણાં રાત્રે જેટલા વાહનોનું બ્રેથ એનલાઈઝ થાય છે તેમાં યુવાન છોકરીઓનું પણ મહિલા પોલીસ દ્વારા બ્રેથ એનલાઈઝિંગ કરવામાં આવે છે. જે ગુજરાતના બદલાઈ રહેલા કલ્‍ચરની નિશાની છે.

નેશલ ફેમિલી હેલ્‍થ સર્વેના જણાવ્‍યા પ્રમાણે ગુજરાતમાં શરાબ પીતી મહિલાઓની સંખ્‍યામાં બમણો વધારો થયો છે. ૨૦૧૫માં આ પ્રમાણ ૦.૩ ટકા હતું જે ૨૦૨૦ બાદ ૦.૬ ટકા થયું છે. જો આ આંકડાને સંખ્‍યામાં પરિવર્તિત કરીએ તો અંદાજિત ૪૪૧,૦૭૮ મહિલાઓ ગુજરાતાં દારુ પીવે છે. જેની સામે પુરુષોનું પ્રમાણ ૫.૮ ટકા દર્શાવે છે. જો કે વાસ્‍તવિક્‍તા આના કરતાં વધુ હોઈ શકે છે. ગુજરાતમાં શરાબનું સેવન કરતાં પુરુષોનો આંકડો ૧૧ ટકા દર્શાવે છે. પરંતુ વાસ્‍તવિક ફીગર અલગ છે.

અમદાવાદ, વડોદરા કે સુરતના ફાર્મ હાઉસમાં પાર્ટીઓમાં રેડ પાડવા સાથે મહિલાઓની ધરપકડ હવે સામાન્‍ય થતી જાય છે. આ અંગે ગુજરાતના એક સંનિષ્ટ સમાજશાષાી જણાવે છે કે એક સમય હતો કે ગુજરાતમાં કયાંય શરાબની પાર્ટીઓ ચાલતી હોય તો મહિલાઓ રેડ પડાવે અને તેનો વિરોધ કરે. પરંતું છેલ્લા પાંચ વર્ષમાં એવી ઘણી પાર્ટીઓ થઈ જેમાં પુરુષો સાથે મહિલાઓનું પણ બ્રેથ એનલાઈઝિંગ થતું હોય અને તેની ધરપડક કરવામાં આવે અને મહિલાઓ પણ લિકર પોઝિટિવ નીકળે. શરાબ પીને કાર ચલાવતી ઘટનાઓમાં પણ અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં મહિલાઓનું પ્રમાણ અગાઉ કરતાં નોંધપાત્ર રીતે વધ્‍યું છે.

જો કે આના સામાજિક કારણોમાં આર્થિક સ્‍વતંત્રતા, એન.આર.આઈની પાર્ટી કલ્‍ચરમાં અસર, કિટ્ટી પાર્ટીઓમાં પણ સહજ શરાબનું સેવન, હાઈ પ્રોફાઈલ મહિલાઓનું પાર્ટી આયોજન, દારુના ગેરકાયદેસર સપ્‍લાયમાં પણ મહિલાઓનું ઈન્‍વોલ્‍વમેન્‍ટ, કોલેજ લેવલથી પાર્ટી કલ્‍ચરની આદત, પારિવારિક સ્‍તરે પાર્ટીઓમાં દારુની આદતને કારણે મહિલાઓને પણ જોડાવા માટે દબાણ.

(2:50 PM IST)