News of Wednesday, 23rd July 2025
સુરતમાં ચિયા ગેંગના જાહેરમાં ચિથડા કાઢી લોકોની માફી મંગાવી..વાયરલ ઘટના
રોડ બ્લોક કરી, લોકોને પસાર થવા ખંડણી માંગવામાં આવતી હોવાની વાત સાંભળી ગુસ્સાથી લાલચોળ અનુપમસિંહ ગેહલોતે તાકીદના રાજકોટ સ્ટાઇલની : સરભરાના આદેશ છોડી, આ પદ્ધતિ માટે નામના ધરાવતા પીઆઇને ડીસીપીની રાહબરી નીચે કામગીરી સોંપી...લોકોએ પોલીસનો જય જયકાર કયોઅમે આ વિસ્તારના બાપ હોવાનું કહેનાર ગેંગસ્ટરોને લંગડાતી ચાલે બોકાસા પડાવી, ફરિયાદીના વિસ્તારમાં લઈજઈ ત્યાં પણ સરભરા કરી PI અતુલ સોનારાએ ડીસીપી રાજદીપસિંહ નકુમની નિશ્રામાં વિસ્તાર ગુંજે તેવી રાડો પડાવી દીધી...

રાજકોટ, તા.૨૩: અસામાજિક તત્વો અને લુખ્ખા તત્વોની સ્થળ પર જ આગવી ઢબે સરભરા કરી લોકો પાસે હાથ જોડાવી માફી મંગાવવાની રાજકોટની પરંપરા હાલ સુરત સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારાએ અહીં પણ યથાવત રાખી છે.
કોઈપણ વિસ્તારમાં આવી ઘટના ઘટે ત્યારે આવા લુખ્ખાઓ સામે જે તે પોલીસ મથક સાથે અતુલ સોનારા ટીમને આ માટે સ્થળ પર સંબંધક પોલીસ મથક સ્ટાફ સાથે સબક શીખવાડવા જવું એવો વણલખ્યો નિયમ ખુદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા બનાવ્યાનુ સૂત્રો જણાવે છે.
સલાબતપુરા અને લિંબાયત વિસ્તારમાં ચિયા ગેંગ દ્વારા લોકોને ખૂબ પરેશાન કરી ધાક ધમકી આપતી હોવાની જાગળત નાગરિકો દ્વારા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સમક્ષ રજૂઆત કરી આ ગેંગના કરતૂતો વર્ણવ્યા હતા. પોતે જે શહેરમાં સીપી હોય એને તે શહેરમાં આવી કોઈ હિંમત કરે તે વાતથી જ ગુસ્સાથી લાલચોળ બની અરજદારોની હાજરીમાં સંબંધક પોલીસ મથક સાથે આવા લુખ્ખાઓની શાન ઠેકાણે લાવવા ડીસીપી રાજદીપસિહ નકુમને સૂચના આપેલ. રાજદીપસિંહ નકુમ પણ મૂળ સૌરાષ્ટ્રના વતની અને લુખ્ખાઓ સામે કેવી રીતે પગલા લેવા તેના જાણકાર હોવાથી આ કામગીરીમાં ખૂબ માહિર એવા SOG પીઆઇ અતુલ સોનારાને સુપ્રત કરતા તુરત લોકલ પોલીસ સાથે રાખી સ્થળ પર પોહચી ગેંગના મુખ્ય વાજિદ ચીયાની સ્થળ પર જ આગવી ઢબે સરભરા કરી એજ વિસ્તારમાં વરઘોડો કાઢયો. અત્રે એ યાદ રહે કે આ ગેંગ દ્વારા પોતે આ વિસ્તારના બાપ હોવાનું ખૂલે આમ જણાવી રોડ વચે બેસી ટ્રાફિક અવરોધી, કોઈને ત્યાંથી ચાલવા ખંડણી માગતા હતા. આ સાથે એક ભંગારના વેપારી પાસેથી ત્રણ હજારની લૂંટ પણ ચલાવી હતી.જોકે લિંબાયત પોલીસે પણ તુરંત ગુન્હો નોંધી કાર્યવાહી શરૂ કરેલ. અને સીપી અને ડીસીપી રાજદીપસિંહ નકુમની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારા દ્વારા રોડ પર જ અમારી ભૂલ થય અમને માફ કરો તેવી લંગડાતી ચાલે બોલાવેલ. પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારાએ સીપી/ ડીસીપીની સૂચના મુજબ આ ગેંગના બંને સભ્યોને લૂંટની ફરિયાદ કરનાર વેપારીના વિસ્તારમાં લઈ જઈ ત્યાં પણ માફી મંગાવેલ. લોકોએ બન્ને સ્થળે પોલીસના જયનાદ કરેલ. ફરિયાદી સહિતના વેપારીઓ મોટી સંખ્યામાં સીપી ઓફિસ પહોંચી પોલીસ કમિશનરનો આભાર માન્યો હતો.

(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
