<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

લાખો રૂપિયાના ૧૫૪ કિંમતી મોબાઇલ અમદાવાદ પોલીસે પરત અપાવ્‍યા...લાગણીસભર દ્રશ્‍યો સર્જાયા...

સંતાનોને લોન મેળવી ઉછી ઉધારા કરી ખરીદી આપેલ મોંઘા મોબાઈલ ચોરી થયા પછી પોલીસે શોધ્‍યા પરંતુ પરત મેળવવા ખો નિકળી જતી હોવાથી વાલીઓની હાલત વિશે જાણી માનવીય અભિગમ ધરાવતા પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક ટીમનું અભિયાન આશીર્વાદરૂપ પુરવાર થયું : સીપી જેવી જ માનવીય સંવેદના ધરાવતા સેક્‍ટર વડા જયપાલસિંહ રાઠોડ, ડીસીપી રવિ સેની, ડીસીપી પ્રદીપસિંહ જાડેજા અને એસીપી યુવરાજસિંહ ગોહિલ , : પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એસ.એ ગોહિલ, પીઆઇ જે જી રાવત, પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર પી. સી દેસાઈ અને સ્‍ટાફની જહેમત રંગ લાવી...

રાજકોટ, તા.૨૩: ચોરી લૂંટ કે બીજી રીતે ગુમાવેલ કિંમતી વસ્‍તુઓ પોલીસ ખૂબ મહેનતથી પકડી પડ્‍યા પછી પણ લોકોને પોતાની જ આવી વસ્‍તુઓ પરત મેળવવામાં અસહ્ય મુશ્‍કેલી મુદામાલ પરત મેળવવાની પ્રક્રિયાને કારણે પડતી હોવાથી ઘણી વખત સોના, ચાંદી કે રોકડ પરત ન મળવાથી પ્રસંગો અટકી જતા હોય છે. આ સાથે પરિવારના વડીલો સક્ષમ ન હોવા છતાં મોંઘા મોબાઈલ સંતાનોને નારાજ ન કરવા ફાઈનાન્‍સ કંપની પાસેથી લોન પર લઇ દેવા પડતા હોય છે, આવા મોબાઇલ ગુમ થાય ત્‍યારે પરિવારના પિતા કે મોભીની શું હાલત થાય? તે માનવીય અભિગમ ધરાવતા પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક માટે સતત ચિંતા હતી. આ ચિંતા તેમણે સેક્‍ટર વડા જયપાલસિંહ રાઠોડ, ડીસીપી રવિ સેની અને ડીસીપી પ્રદીપસિંહ જાડેજા અને એસીપી યુવરાજસિંહ ગોહિલ સમક્ષ એક ખાસ બેઠકમાં વ્‍યકત કરી. ઉપરોક્‍ત તમામ પણ ખૂબ માનવીય અભિગમ ધરાવતા અધિકારીઓ હોવાથી તમામે આ અભિયાન પોતાના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરો અને સ્‍ટાફ સાથે રાખી શરૂ કર્યું અને આખરે લાખો રૂપિયાના ૧૫૪ મોબાઇલ પરત આપવામાં આવ્‍યા ત્‍યારે લોકોને અને ખાસ કરી વડીલોને પોલીસમાં ઈશ્વરના દર્શન થયેલ.

સામાન્‍ય રીતે ગુમ થયેલ કે ચોરીમાં ગયેલ મુદ્દામાલ પરત મેળવવાની જટિલ પ્રક્રિયાથી અજાણ ફરીયાદીઓને ઘણી મુશ્‍કેલીઓનો સામનો કરવો પડતો હતો. જો કે, ‘તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ દ્વારા આ સમસ્‍યાને દૂર કરવામાં સરળતા થયેલ છે. ઝોન -૦૬ હેઠળના ‘જે' ડિવિઝન તથા ‘કે' ડિવિઝન તેમજ પોલીસ સ્‍ટેશનોના અધિકારીઓ કાગડાપીઠ પોલીસ સ્‍ટેશન પોલીસ ઇન્‍સપેકટર શ્રી પી.સી.દેસાઇ તેમજ સ્‍ટાફે 'CEIR' પોર્ટલનો ઉપયોગ કરીને ગુમ થયેલ મોબાઇલ ફોન પરત કરવાની પ્રશંસનીય કામગીરી કરી છે.

(2:52 PM IST)