News of Wednesday, 23rd July 2025
બસપાની કાલે અમદાવાદમાં મીટીંગ
રાજકોટથી હોદેદારો-કાર્યકરો મોટી સંખ્યામાં જોડાશે

રાજકોટ, તા. ર૩: આવતીકાલે તા.૨૪ ગુરુવારે બહુજન સમાજ પાર્ટી પ્રદેશ સ્તરની એક જાહેર મીટીંગ અમદાવાદ ખાતે રાજય કાર્યલય ઉપર રાખવામાં આવેલ છે.
સાબરમતી પોલીસ સ્ટેશન સામે બોરોનેટ કોમ્પલેક્ષ અમદાવાદ ખાતે મુખ્ય અતિથી શ્રી રાજારામ નેશનલ કોર્ડીનેટર પુર્વ સાંસદ રાજય સભા અતિથી વિશેષ ડો. સુરેન્દ્રસિંહ કલૌરીયા કેન્દ્રીય કોર્ડીનેટર ગુજરાત પ્રદેશ અને દાદરા નગર હવેલી દમણ દીવ અધ્યક્ષ ભગુભાઈ પરમાર ગુજરાત પ્રદેશ પ્રમુખના અધ્યક્ષ સ્થાને ગુજરાત જીલ્લા ભરના બસપાના તમામ હોદેદારો BVF અધ્યક્ષો બામસેફ B1નાં અધ્યક્ષો સાથે દરેક બાબાસાહેબ મુવમેન્ટ સાથે જોડાયેલા કાર્યકરો સહિત હાજર રહેશે.
રાજકોટ બહુજન સમાજ પાર્ટી દ્વારા અમદાવાદ ખાતે ઉપર મુજબ ના કાર્યક્રમમાં હાજર રહેવા માટે જીલ્લા ભરના કાર્યકરો હોદેદારો તથા કર્મશીલ બુધ્ધીજીવી કર્મશીલ નિવળત અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં હાજર રહેશે રાજકોટ બહુજન સમાજ પાર્ટી દ્વારા અમદાવાદ ખાતે ઉપર મુજબના કાર્યક્રમમાં હાજર રહેવા માટે જીલ્લાભરનાં કાર્યકરો હોદેદારો કર્મશીલ બુધ્ધીજીવો માટે આવવા જવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવેલ છે જે બસ તા.૨૪ના ગુરુવારે વહેલી સવારે પ વાગે રાજકોટ શહેરમાં સીવીલ હોસ્પીટલ સામે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરજી ની પ્રતીમાં પાસેથી રવાના થશે.
સહુ કોઈ આમંત્રીત હોદેદારો કાર્યકરોએ સમયસર હાજર રહેવા રાજકોટ જીલ્લા બસપા પ્રમુખ દીલીપભાઈ નગવડીયા, શહેર બસપા પ્રમુખ રાજુભાઈ સોલંકી, મુકેશભાઈ ડાંગર, અલ્તાફભાઈ ભટ્ટી, આકાશભાઈ જીંજવાડીયા, લક્ષ્મણભાઈ વાણીયા સાથે સીનીયર બામસેફ B1 ના ડો.ધીરેન ધીવાલા અને કાર્યાલય મંત્રી માધુભાઈ ગોહેલ (મો. ૯૨૨૮૨ ૯૪૨૪૨) અનુરોધ કરેલ છે.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
