News of Wednesday, 23rd July 2025
રવિવારે રાજકોટ આવતા ભૂપેન્દ્રભાઇ
રેજન્સી લગુન રિસોર્ટ ખાતે ભૂમિવંદના સમારોહ સહિત બે કાર્યક્રમમાં હાજરી આપશે

રાજકોટઃ તા.ર૩,ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી રવિવાર, જુલાઈ ૨૭ ના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ શહેરના ન્યારી ડેમ નજીક આવેલા રેજન્સી લગૂન રિસોર્ટ ખાતે સરદાર ધામ દ્વારા આયોજિત ભૂમિવંદન સમારોહ માં સાંજે ૫:૦૦ વાગ્યે હાજરી આપશે. આ ઉપરાંત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં અન્ય એક ખાનગી કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.મુખ્યમંત્રી સાથે આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ ભાઈ માંડવિયા, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, તેમજ સાંસદ પરશોત્તમ રૂપાલા સહિતના અગ્રણી નેતાઓ પણ સરદાર ધામના ભૂમિવંદન સમારોહમાં હાજર રહેશે. મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિને કારણે કાર્યક્રમ સ્થળે અને આસપાસના વિસ્તારમાં સુરક્ષાના કલેકટરે આદેશો કર્યા છે..મામલતદારો તથા પ્રાંત ને જવાબદારી સોંપાઈ છે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
