News of Wednesday, 23rd July 2025
ગુજરાતમાં ૮ થી ૧૦ ઈંચ વરસાદ ખાબકશેઃ અંબાલાલ પટેલની આગાહી
૨૭ જુલાઈથી ભારે વરસાદની આગાહીઃ નદી, નહેર, ડેમમાં ભરપુર આવક થશે

અમદાવાદ, તા.૨૩: હવામાન શાષાી અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ૨૭ જુલાઈથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તેમાં ઉત્તર ગુજરાત સહિત વડોદરા, ભરૂચ, સુરત સહિતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, અરવલ્લી સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. સમગ્ર ગુજરાતમાં ૨૭ જુલાઈથી ઓગસ્ટ સુધીમાં નદી, નહેર અને ડેમમાં પાણી તરબોળ થશે. તેમ હવામાન સાષાી અંબાલાલ પટેલે જણાવ્યું છે.
ગુજરાતના કેટલાક ભાગોમાં ૮ થી ૧૦ ઇંચ વરસાદની આગાહી છે. જેમાં તારીખ ૨૬ થી ૨૯ જુલાઇમાં મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શકયતા રહેશે તથા અમદાવાદ, ગાંધીનગરમાં ધોધમાર વરસાદ થવાની શકયતા છે. તેમજ ઉતર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શકયતાની સાથે સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શકયતા રહેશે. તેમજ વિવિધ વિસ્તારમાં ૪ ઇંચ વરસાદ થવાની શકયતા રહેશે, સાબરમતી નદીમાં પાણીનો વધારો થશે અને નર્મદા ડેમની પાણીની આવક વધી શકે છે, નર્મદા બે કાંઠે વહી શકે છે તથા તાપી નદીમાં પાણીનો પ્રવાહ વધી શકે છે. તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે.
આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર ખેડા, આણંદ, પંચમહાલમાં તેમજ દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં પણ વરસાદનો વરતારો છે. તેમજ નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદરમાં પણ વરસાદ આવવાની આગાહી છે. તથા જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ સહિત બોટાદ જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
