News of Wednesday, 23rd July 2025
ગાંધીનગરમાં બે દિવસ પાણી સપ્લાઈ બંધ રહેશે : શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાણી વિતરણ નહીં થાય
24 કલાક પાણી વિતરણ વ્યવસ્થા માટે મશીનરી ઇન્સ્ટોલ કરવાની કામગીરીના કારણે પાણી વિતરણ બંધ

ગાંધીનગરમાં દરેક ઘરે નર્મદાના નીર પહોંચ્યા પછી પ્રથમવાર 48 કલાક માટે પીવાના પાણીનો સપ્લાય આગામી તારીખ 24 અને 25મી જુલાઇએ બંધ રહેવાનો છે. 24 કલાક પાણી આપવાની વ્યવસ્થા ગોઠવવા માટે જરૂરી મશીનરી ઈન્સ્ટોલ કરવાની કામગીરી કરવાની હોવાથી લેવાનું અનિવાર્ય બન્યું છે. આ દરમિયાન જ્યાંથી પાણી ઉપાડવામાં આવે છે, તેવા નભોઈ પમ્પિંગ સ્ટેશન અને જ્યાંથી પાણીનું વિતરણ કરાય છે, તેવા ચરેડી વોટર વર્કસમાં વિવિધ નવી મશીનરી લગાડવાની સાથે તેને મેઇન લાઈન સાથે જોડાણ આપીને યાંત્રિક ક્ષમતામાં વધારો કરાશે. આમ કરવાથી પાણી ઉપાડવાની ક્ષમતા 140થી વધી 240 એમએલડીએ પહોંચશે.
પાટનગરમાં મીટર મુકીને ત્રીજા માળ સુધી તથા 24 કલાક પાણી પહોંચાડવાની યોજના સંબંધી મોટાભાગની કામગીરી પુરી કરી દેવામાં આવી છે. ઉપરાંત પાણીના શુદ્ધિકરણ અને વિતરણ માટે જરૂરી ક્ષમતાઓ વધારવામાં આવી છે. હવે ચરેડી હેડ વર્કસમાં વાલ્વ બદલવાની કામગીરી તેમજ સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર, શહેર માટે 24 કલાક પાણી આપવાના પ્રોજેક્ટ માટે સંપના આંતરીક જોડાણની કામગીરી કરવાની છે.
આ ઉપરાંત નભોઈ પમ્પિંગ સ્ટેશનમાં ગાંધીનગર તાલુકા માટે નભોઈ પમ્પીંગ સ્ટેશન ખાતે નવી પમ્પીંગ મશીનરી ઈન્સ્ટોલેશન કરવાની કામગીરી કરવાની છે. તેના માટે તારીખ 24 અને 25 જુલાઈ એમ બે દિવસ માટે પાણીનો સપ્લાય બંધ રાખવામાં આવશે, તેમ પાણી પુરવઠા બોર્ડના ઈજનેરી સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. જોકે મહાપાલિકાના સૂત્રો દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે, કે બે દિવસ માટે પાણી પુરવઠામાં વિક્ષેપ રહેશે અથવા ઓછા ફોર્સથી પાણી આવશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં પાટનગરના શહેરી વિસ્તાર માટે 85 એમએલડી જેટલો અનેથર્મલ પાવર સ્ટેશન સહિત ઔદ્યોગિક વિસ્તારની સામેલગીરી સાથે કુલ 140 એમએલડી જેટલો પાણીનો જથ્થો નભોઈ પમ્પિંગ સ્ટેશન પરથી ઉપાડવામાં આવે છે. નવી મશીનરી ઈન્સ્ટોલ કરવાની કામગીરી પુરી થતાં આ ક્ષમતા 240 એમએલડીની થઈ જવાથી 24 કલાક પાણી આપવાની યોજના પણ વિક્ષેપ રહિત અમલી કરી શ
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
