News of Wednesday, 23rd July 2025
અમદાવાદના કાંકરિયા ખાતે બાલવાટિકા રિડેવલોપમેન્ટ બાદ તૈયાર થઇ : 25મીએ મુખ્યમંત્રીના હસ્તે મુકાશે ખુલ્લું
બાલવાટિકામાં ગો કાર્ટ, ACવાળું કાચનું ઘર, લેન્ડસ્કેપ ગાર્ડન, ગ્લો સ્ટેશન અને શુહાઉસ રૂ.50ની એન્ટ્રી ફી સાથે નિઃશુલ્ક રહેશે

અમદાવાદ: બાળકોને મનોરંજન માટે હવે વધુ એક સ્થળ મળશે. કેમ કે કાંકરિયા ખાતેનું બાલવાટિકા રિડેવલોપમેન્ટ બાદ તૈયાર થઈ ગયું છે. 25 જુલાઈના મોડલ બાલ વાટિકા ફન કાર્નિવલને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખુલ્લુ મુકવામાં આવશે. ગુજરાત અને દેશમાં પ્રથમ વખત અવનવા મ્યુઝિયમ અને રમતગમત એક્ટિવિટી સાથે બાલવાટિકા સજ્જ કરાયું છે.
બાલવાટિકામાં દેશનો પ્રથમ ઊંચાઈ પરથી જોઈ શકાય તેવો ગ્લાસ ટાવર બનાવવામાં આવ્યો છે. બાલવાટિકામાં ગો કાર્ટ, ACવાળું કાચનું ઘર, લેન્ડસ્કેપ ગાર્ડન, ગ્લો સ્ટેશન અને શુહાઉસ રૂ.50ની એન્ટ્રી ફી સાથે નિઃશુલ્ક રહેશે. તેમજ હલન ચલન અને અવાજ કરતા ડાયનોસર સહિત અનેક રાઈડ્સ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ સાથે સ્નો પાર્ક માટે જેકેટ સાથે રૂ.450 ચાર્જ વસુલવામાં આવશે. મનપા દ્વારા 22 કરોડના ખર્ચે બાલવાટિકાનો કોન્ટ્રાક્ટ આપી રિ ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
