News of Wednesday, 23rd July 2025
જિલ્લા ભાજપ પ્રમુખને ભેટમાં મળેલ 75 હજાર નોટબુકોનું આદિવાસી વિસ્તારોની સ્કૂલોમાં વિતરણ કરાયું.

( ભરત શાહ દ્વારા )નર્મદા : બીજેપીના એક યુવા નેતાએ અપનાવેલો અભિગમ કેટલો લોક ઉપયોગી બને છે.જે આજે સમાજે પણ વિચારવા જેવું છે. નર્મદા જિલ્લા ભાજપના યુવા પ્રમુખ નિલ રાવ જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ બન્યા ત્યારે એક નવો અભિગમ અપનાવવામાં આવ્યો હતો. તેમના સ્વાગત માં ફૂલનો ગુલદસ્તો અને હાર ના ઢગલા થતા હવે ફુલો નહિ પણ નોટબુક થી સન્માન કરવા નો કાર્યકરો અને આગેવાનો ને કહ્યું હતું તે સમયે જે પણ જગ્યાએ નિલ રાવ નું સ્વાગત કરવામાં આવ્યું ત્યાંથી તેમને કોઈ એક તો કોઈ ડઝન નોટબુકોથી સન્માન કરતા.એક તેમના પ્રશંસકે તો તેમનું. વજન કરી નોટબુકો આપી, આમ કરતા સુધી માં 75 હજારથી વધુ નોટબુકો ભેટમાં આવી હતી. આ ભેટ સોગાદમાં મળેલી નોટબુકો હવે તેઓ આદિવાસી વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના બાળકોને વિનામૂલ્યે આપવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. હાલમાં 75 હજારથી વધુ નોટબુકો માં 46 હજાર જેટલી દેડીયાપાડાની સ્કૂલો માં 34 હજાર જેટલી સાગબારાની સ્કૂલોમાંમાં વિતરણ કરવામાં આવશે..આ સાથે પેન પેન્સિલ રબર સહિતની વસ્તુઓ પણ આપવામાં આવી રહી છે. ગત રોજ દેડીયાપાડાના કેવડી ગામે પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પ્રમુખ નીલ રાવ સાથે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા શાળાના આચાર્ય સહિત આગેવાનો હાજર રહ્યા હતા.
આ બાબતે નીલ રાવે જણાવ્યું હતું કે એક અભિગમની શરૂઆત થી આટલું સારું પરિણામ મળશે. જે જિલ્લાના આદિવાસી બાળકો ની ચિંતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ કરતા હોય રાજ્યના કન્યા કેળવણી નો રથ સાગબારાથી શરૂ થતો હોય આ વિસ્તારમાં શિક્ષણ ઊંચું હોય જ આજે ગામે ગામ નવી શાળાઓ થી લઈ ને ભૌતિક સુવિધાઓ શિક્ષકો વધુ ભાજપ ની સરકારે આપ્યું છે.બસ આપણે તેમને ભણતા કરવાના અને જરૂરિયાતની વસ્તુ આપવાની છે. બાકી જેટલા બાળકો ને મેં પૂછ્યું બધા દીકરા દીકરીને ઉચ્ચ અધિકારી અને ડોકટર એન્જિનિયર બનવા ની વાત કરી બસ આપણે તેમના હોસલા ને બુલંદ કરવાના છે. જેમાં આપણે કોઈ કસર કરવાની નથી..ની વાત કરી હતી.
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
