<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

દેડીયાપાડામાં ભરાતો હાટ બજાર બંધ રાખવાની કરી મામલતદારે જાહેરાત

આપ સંયોજક અરવિંદ કેજરીવાલ અને ભગવત માનની સભાને લઈને કાયદો જાળવવા લેવાયો નિર્ણય: જાહેર સભા વિશે ભાજપ અને આમ આદમી પાર્ટી સામ સામે.

( ભરત શાહ દ્વારા ) નર્મદા : દેડીયાપાડાના ધારાસભ્ય  ચૈતર વસાવા લાફા કાંડાને  મામલે છેલ્લા 18 દિવસથી જેલમાં છે.ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યને દબાવવા માંગે છે. ભાજપના ઇશારે ધારાસભ્ય ને પરેશાન કરવામાં આવી રહ્યા છે. જેવા આક્ષેપો સાથે આપ સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય મંત્રી ભગવત માનની સભાને લઈને કાયદો જાળવવા પોલીસ ના સૂચન પ્રમાણે મામલતદાર દેડીયાપાડા એ ગુરુવારે ભરાતો હાટ બજાર બંધ રાખવા નો નિર્ણય લેવાયો છે. ત્યારે આ સભા અને હાટ બંધ રાખવા મુદ્દે  રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી  પબ્લિકને આવતા રોકવા આવું તંત્ર એ કર્યું છે. જ્યારે તંત્ર કાયદો ને વ્યવસ્થા જાળવવા આ કોઈ અનિચ્છનીય બનાવના બને નિર્દોષ લોકોને નુકસાનના થાય એટલે કર્યો હોવાની વાત કરી છે. ત્યારે જાહેર સભાને લઈને 3 જિલ્લાની પોલીસ બોલાવવામાં આવી છે.

 પબ્લિકના થાય એટલે હાટ બંધ રખાયો છે.આમ ગુરુવારે ભાજપના પણ કાર્યક્રમો થતા હોય છે પણ અમારો કાર્યક્રમ પણ ગુરુવારે હોય હાટ બંધ હોય ગામડાની જનતા દેડીયાપાડામાં આવે નહીં એટલે ભાજપના ઇશારે  કરવામાં આવ્યું છે..પામ ગામે ગામથી એક લાખથી વધુ લોકો આ સભામાં આવવાના છે..<<દેવેન્દ્ર વસાવા (ઉપ પ્રમુખ, આપ નર્મદા જિલ્લો)
  હાલ જે ઘટના બની છે તે સરકારી કચેરીમાં બની છે એક SDM અને બે મેજિસ્ટ્રેટ મામલતદારો વચ્ચે મારામારી કરી છે જે ધારાસભ્ય ના હોદ્દા બે શોભતું નથી અને આક્ષેપ કરે છે.ભાજપ કરાવે છે. ભાઈ અમે આવી રાજનીતિમાં માનતા નથી. ધારાસભ્ય એ મારામારી કરી, આદિવાસી મહિલા.સાથે અસભ્ય વર્તન કર્યું,આમ આદમી પાર્ટીના કાર્યકરો સોશિયલ.મીડિયામાં બેફામ બોલે.લખે તે ચાલે..અને હાલ જ્યુડિશિયલ મેટર છે. એમ કેજરીવાલ અને ભગવંત માને  દેડીયાપાડા માં આવીને શું આદિવાસી વિસ્તારમાં શાંતિ ડોળવાની  કામગીરી કરવી છે. કેજરીવાલ ના કૌભડી નેતાઓ દિલ્હીમાં જેલમાં છે તેની ચિંતા કરો આ સભા કરી આદિવાસીઓના બે ભાગલા પાડવાની રાજનીતિ છે.<<<નીલ રાવ (જિલ્લા ભાજપ પ્રમુખ)
 દેડીયાપાડા ખાતે  આપ ના કેજરીવાલ અને પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન, બંને આવવાના હોય જાહેર જનસભાને સંબોધન કરવાના હોય, તેમની z+સિકયુરિટી હોય જેમાં વિશાળ માત્રામાં જનમેદની ભેગી થનાર હોય તેમજ દેડીયાપાડા ખાતે ગુરૂવારે ભરાતા હાટ બજારમાં ખુબ મોટી સંખ્યામાં માણસો આવતા હોય છે.  જેઓની સિક્યુરીટીને ધ્યાને લઈને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે તા.24/7/25 (ગુરૂવાર)ના રોજ ભરાનાર હાટ બજાર મોકુફ (બંધ) રાખવા જણાવવામાં આવે છે.<<<એસ.વી.વિરોલા (મામલતદાર દેડીયાપાડા

(10:44 PM IST)