<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

ગોધરામાં 24 વર્ષના લગ્નજીવન બાદ આડા સંબંધની આશંકાએ પત્નીની હત્યા: આરોપી પતિની ધરપકડ

આટલા બધા વર્ષો પતિ પત્ની સાથે રહ્યા બાદ પણ શંકાએ પતિ સુનિલ ચંદવાનીના મનમા ઘર કર્યું અને કરી કરપીણ હત્યા.

ગોધરા શહેરના પોશ ગણાતા વિસ્તાર ના શાંતિ નિવાસ સોસાયટી ના આલીશાન મકાન મા રહેતા પરીવાર મા 24 વર્ષ ના લગ્ન જીવન પછી આડા સબંધ ની આશંકાએ એક હત્યા થઇ ગઈ, જ્યા આટલા બધા વર્ષો પતિ પત્ની સાથે રહ્યા બાદ પણ શંકાએ પતિ સુનિલ ચંદવાનીના મનમા ઘર કર્યું અને કરી કરપીણ હત્યા...

બે દિવસ અગાઉ ગોધરાની શાંતિ નિવાસ સોસાયટી મા એક આલીશાન મકાન મા એક મહિલા નો મૃતદેહ મળ્યા અંગે ની ફરિયાદ ના આધારે પોલીસ ની તપાસ શરૂ થઇ અને તપાસ મા સમગ્ર ઘટના નો પર્દાફાશ થયો. મળતી માહિતી મુજબ, ગોધરાના શાંતિ નિવાસ સોસાયટી મા સુનિલભાઈ ચંદવાની તેઓ ની પત્ની વિદ્યા બેન ચંદવાની છેલ્લા 24વર્ષ થી લગ્નજીવન ગુજારી રહ્યા હતા અને એમને બે સંતાન પણ છે, પરંતુ છેલ્લા કેટલાક સમય થી સુનિલભાઈને પોતાની પત્ની પર ચારિત્ર અંગે શંકા ઉભી થઇ અને આ શંકાને લઇ સુનિલભાઈ અને વિદ્યા બેન વચ્ચે અવાર નવાર ઝઘડા ઓ થવા લાગ્યા અને સગા સબન્ધીઓ દ્વારા ઝઘડા નું સમાધાન પણ કરાવવા મા આવતું હતું પરંતુ સુનિલ ભાઈ ના મન મા શંકા નો કિડો જતો નહોતો અને આ વાત ને લઇ ઝઘડો બંધ થતો જ નહોતો છેવટે બે દિવસ અગાઉ ઝઘડો એની ચરમ સીમા વટાવી ગયો અને આવેશ મા આવી સુનિલ ચંદવાની એ એની પત્ની વિદ્યા ચંદવાની નું ગળું એટલું દબાવી દીધું કે વિદ્યા બેન ની મોત થઇ ગયુ 

સમગ્ર ઘટનાની જાણ મૃતકના નાની બેન દ્વારા પોલીસને કરવામા આવી અને પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને મૃતદેહનો કબ્જો લઇ પીએમ અર્થે મોકલી અને પીએમ ના રિપોર્ટ મા વિદ્યા બેન નું ગળું દબાવી મોત થયા ની હકીકત બહાર આવતા સમગ્ર ઘટના મા હત્યા નો ગુન્હો નોંધાયો  તપાસ કરતા પોલીસ ને જાણ થઇ કે હત્યારો સુનિલ ચંદવાની છે અને પોલીસ દ્વારા સુનિલને પકડી પુછ પરછ કરવામા આવતા સુનિલ એ ગુન્હો કબૂલી પણ લીધો અને હત્યા કરવા નું કારણ આડા સબંધ ની અશંકા હોવા નું બહાર આવ્યું છે. જોકે 24 વર્ષ ના લગ્ન જીવન નો શંકાએ અંત લાવતા આજના જમાના મા આડા સબંધ વિષય પર એક નવી ચર્ચા જગાવી છે.

(11:06 PM IST)