<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

વડોદરામાં અસામાજીક તત્વોની ગેંગના 6 સભ્યો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી: સૂરજ ઉર્ફે ચુઇ સહિત છ બદમાશની ધરપકડ

પોલીસે પકડેલા અસામાજીક તત્વોમાં સૂરજ કહાર ઉર્ફે ચુઇ આ ગેંગનો મુખ્ય સૂત્રધાર:ચુઈ ગેંગ પર વડોદરામાં 128 જેટલાં ગંભીર ગુના દાખલ : સૂરજ ચુઇનો સાગરીત અરૂણ માછી વોન્ટેડ જાહેર

વડોદરામાં અસામાજીક તત્વોની ગેંગના 6 સભ્યો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરા પોલીસે, સૂરજ ઉર્ફે ચુઇ સહિત છ બદમાશની ધરપકડ કરી છે. કુખ્યાત ચુઇ ગેંગ પર ગુજસીટોકનો ગુનો દાખલ કરીને જેલમાં ધકેલ્યા છે. પોલીસે પકડેલા અસામાજીક તત્વોમાં સૂરજ કહાર ઉર્ફે ચુઇ આ ગેંગનો મુખ્ય સૂત્રધાર છે. ચુઈ ગેંગ પર વડોદરામાં 128 જેટલાં ગંભીર ગુના દાખલ છે.

  સૂરજ ચુઇનો સાગરીત અરૂણ માછી વોન્ટેડ જાહેર કરાયો છે. પાણીગેટ વિસ્તારમાં ગેંગવોર બાદ બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. વડોદરામાં વર્ચસ્વની લડાઇમાં બે ગેંગ વચ્ચે લોહિયાળ ઘર્ષણ થયુ હતું.  ખૂન, ખંડણી, રાયોટિંગ જેવા અનેક ગુનામાં ગેંગ સામેલ છે.

 

(11:43 PM IST)