<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

તાપીના નિઝરમાં સ્વિફ્ટ કારમાં મૃત હાલતમાં કાર ચાલકની લાશ મળી

શ્રીજી ગેસ્ટ હાઉસ ખાતે ગાડીમાં સવાર પેસેન્જર રોકાયા હતા અને ચાલક ગાડીમાં સૂતેલો હતો.

તાપીના નિઝરમાં સ્વિફ્ટ કારમાં મૃત હાલતમાં કાર ચાલકની લાશ મળી આવી. નિઝર ખાતે આવેલ શ્રીજી ગેસ્ટ હાઉસ ખાતે ગાડીમાં સવાર પેસેન્જર રોકાયા હતા અને ચાલક ગાડીમાં સૂતેલો હતો. સવારે સ્વિફ્ટ કારમાં ચાલક એઝાઝખાન પઠાણને મૃત હાલતમાં જોતા પોલીસને જાણ કરાઈ હતી.

   નિઝર પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો લઈ પરિવારને જાણ કરી આગળની તપાસ હાથ ધરી છે. પીએમ કરાવાશે બાદમાં મૃત્યુનું સાચું કારણ બહાર આવશે. પ્રાથમિક તબક્કે કુદરતી મોત થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.

 


 

(11:45 PM IST)