<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

કાંકરેજના ઉંબરી ગામે જૂની અદાવતમાં ઇકો કાર નીચે કચડી યુવકને મોતને ઘાટ ઉતાર્યો : આરોપીની ધરપકડ

શિહોરી પોલીસે ગણતરીના કલાકોમાં જ રોહિત વાઘેલાની અટકાયત કરી

બનાસકાંઠા: જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉંબરી ગામે જૂની અદાવતમાં ઇકો કાર નીચે કચડી યુવકને મોતને ઘાટ ઉતારવાનું બનાવ સામે આવ્યો છે. શિહોરી પોલીસે ગણતરીના કલાકોમાં જ રોહિત વાઘેલા નામના ઈસમની અટકાયત કરી હત્યાની ઘટનામાં અન્ય કોઈ ઈસમોની સંડોવાની છે કે નહીં તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના ઉંબરી ખાતે રહેતા કિશન ઠાકોરની હત્યા થતા તેના પરિવાર પર અત્યારે તો દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ફરિયાદી કરણ વાઘેલાને મૂકવા ગયેલા તેના મિત્ર કિશનની જ હત્યા થઈ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ફરિયાદી કરણ વાઘેલાને તેમના કુટુંબિક ભાઈ નદુભા વાઘેલા સાથે બે દિવસ પહેલા સમાન્ય બોલાચાલી બાદ બબાલ થતા શિહોરી પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને દારૂ પીધેલ હોઈ પોલીસે પીધેલાનો ગુનો નોંધી અટકાયત કરેલ તે બાદ જામીન આપી કરણ વાઘેલા ટેલર ચલાવવા ગયેલ તે દરર્મિયાન નદુભા વાઘેલા અને તેનો પુત્ર કરણ વાઘેલાંના ઘરે જઈ મારી નાખવાની ધમકી આપતા કરણ વાઘેલા ડરી ગયેલ. તે શિહોરી તોરણ હોટલ ખાતે રાતે બે વાગ્યા સુધી બેસી રહ્યો, ત્યારે કરણના મિત્ર કિશન ઠાકોર કરણ વાઘેલાને બાઈક પર બેસાડી તેના ઘરે ઉંબરી મુકવા જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં કિચડ હોવાથી કિશન ઠાકોર નીચે ઉતરેલ અને કરણ વાઘેલા કીચડમાંથી બાઈકને બહાર કાઢતો હતા. તે દરમિયાન જ નંદુભા વાઘેલાનો પુત્ર સાહિલ વાઘેલા અંગત અદાવત રાખી ઈકો ગાડી લઈને કરણ વાઘેલાને મારવા માટે આવ્યો હતો.

કરણ વાઘેલા વાડમાં સંતાઈ જતા સાહિલ વાઘેલાએ કરણ વાઘેલાના મિત્ર કિશન ઠાકોર ઉપર ઇકો ગાડી નાખી કિશન ઠાકોરને કચેડી ફરાર થઈ ગયો અને ઘટનાસ્થળે કિશન ઠાકોરનું મોત નિપજ્યું હતું. અંગત અદાવતમાં કરણ વાઘેલાને મારવા આવેલ રોહિત વાઘેલા કિશન ઠાકોર પર ગાડી ફેરવીને ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.


 

(12:35 AM IST)