<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

૨૨૪ પૈકી સુરત એપીએમસી આવકની દ્રષ્ટિએ અવ્‍વલઃ ગોંડલ બીજા ક્રમે

સુરત એપીએમસીની આવક ૨૦૯૨ લાખઃ રાજકોટ ચોથા ક્રમે :રાજ્‍યની ૨૨૪ એપીએમસીનું કુલ વાર્ષિક ટર્નઓવર ૫૦,૭૬૧ કરોડ

સુરત ખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમિતિ સતત બીજા વર્ષે આવકની દ્રષ્ટિએ રાજ્‍યની ૨૨૪ એપીએમસીમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું છે. ૨૨૪ એપીએમસીના કુલ ૫૦,૭૬૧ કરોડના ટર્નઓવર વચ્‍ચે ૩૭૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતી સુરત એપીએમસી વાર્ષિક ૫૦૯૨.૩૧ લાખની આવક સાથે રાજ્‍યભરમાં અવ્‍વલ નંબરે રહી છે.

ગુજરાતમાં કુલ ૨૨૪ ખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમિતિ આવેલી છે. હવે આ ૨૨૪ એપીએમસી પૈકી ૩૫થી વધુ એપીએમસીમાં આવક ઝીરો હોવાથી કર્મચારીઓના પગાર ચૂકવવાના પણ ફાંફાં પડી રહ્યા છેઆવી એપીએમસીઓએ રાજ્‍ય સરકારની ગ્રાંટ પર નિર્ભર રહેવું પડી રહ્યું છે. રાજ્‍યની કેટલીક એપીએમસીની કથળેલી પરિસ્‍થિતિ વચ્‍ચે સુરત એપીએમસીએ આવક વધારવા કરેલા પ્રયત્‍નો રંગ લાવ્‍યા છે.

કેમકે, સતત બીજા વર્ષે સુરત એપીએમસી સમગ્ર રાજ્‍યમાં આવકની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે રહી છે. રાજ્‍યની ૨૨૪ એપીએમસી પૈકી સુરત એપીએમસી ૫૦૯૨.૩૧ લાખની આવક સાથે સતત બીજા વર્ષે પ્રથમસ્‍થાને આવી છે. સુરત એપીએમસી બાદ બીજા ક્રમે ૪૬૯૧.૦૦ લાખની આવક સાથે ગોંડલ, ૪૫૨૯.૬૩ લાખની આવક સાથે ઊંઝા ત્રીજા ક્રમે,૪૧૩૨.૭૯ લાખની આવક સાથે રાજકોટ ચોથા ક્રમે અને ૨૭૯૪.૨૫ લાખની આવક સાથે અમદાવાદ પાંચમા ક્રમે છે.

આવકની દ્રષ્ટિએ રાજ્‍યની ટોપ ટેન એપીએમસી

એપીએમસી        આવક

સુરત               ૫૦૯૨.૩૧ લાખ

ગોડલ              ૪૬૯૧.૦૦ લાખ

રાજકોટ             ૪૧૩૨.૭૯ લાખ

અમદાવાદ         ૨૭૯૪.૨૫ લાખ     

થરાદ              ૧૬૦૩.૫૧ લાખ      

વડોદરા            ૧૫૯૪.૫૮ લાખ     

ડીસા               ૧૫૧૬.૩૦ લાખ      

મહુવા (ભાવનગર) ૧૩૧૪.૯૬ લાખ      

બોટાદ         ૧૨૨૩.૭૦ લાખ

(9:59 AM IST)